• શુક્રવાર, 13 માર્ચ, 2026

લુણંગધામમાં 21મીએ ભવ્ય યાત્રા - મેળાની તૈયારી

લુણી, (તા. મુંદરા), તા. 12 :  મહેશ્વરી સમાજના કરમવંગીયા પીર નારાણદેવના અધ્યક્ષ સ્થાને લુણંગધામ લુણી મધ્યે મળેલી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટની સામાન્ય સભામાં  આગામી યાત્રા - મેળા, નવી કારોબારીની રચના અને આ ધામે ધાર્મિક કાર્યોની સાથે શૈક્ષણિક - સામાજિક કાર્યોને વેગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. ગણેશદેવ મંદિર અને મહેશ્વરી સમાજના ધર્મગુરુ પૂ. લુણંગદેવના સ્થાનકે તા. 21 માર્ચ શનિવારે મેળા - યાત્રાની પરંપરાગત શરૂઆત કરવાનું નક્કી થયું હતું. આ ધામનાં કાર્યોના વહીવટ અને સંચાલન માટે વર્તમાન કારોબારીની મુદ્દત માર્ચ-26ના પૂર્ણ થતાં નવી કારોબારી માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. વર્તમાન પ્રમુખ કિશોરભાઈ પિંગોલ અને તેમની ટીમનાં કાર્યો સમાજની સામે મુકાયા, બિરદાવાયા હતાં અને પાંચ વર્ષના કાર્યકાળ માટે ફરીથી કિશોરભાઈ અને ટીમની બિનહરીફ વરણી કરાઈ હતી. પૂ. પીર માયા દાદા, માતંગ મંડળના પ્રમુખ પચાણ દાદા, પૂર્વ પ્રમુખ ધીરજ દાદા, શરતધારી પૂંજા દાદા, ગુરુ બ્રાહ્મણ પ્રમુખ ભારમલ ગરવા સહિતના ધર્મગુરુઓના આશીર્વચન સાથે વિવિધ ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં સમસ્ત સમાજે આ વરણીને સમર્થન આપ્યું હતું.  પ્રારંભે ટ્રસ્ટ મહામંત્રી ડો. એલ. વી. ફફલે મૂકેલા સભા એજન્ડા, મિનિટ્સને તમામે બહાલી આપી હતી. ખજાનચી ખેતશીભાઈ નંજારે હિસાબનું વાંચન કર્યું ને જનમેદનીએ બહાલી આપી હતી. સરકારી ગ્રાન્ટમાંથી થયેલાં બાંધકામોની વિગતો સંગઠન મંત્રી નવીન ફફલે રજૂ કરી હતી.  શરૂઆતમાં સભામાં મનજી વિશરિયાએ વિવિધ કાર્યોની પ્રસ્તાવના રજૂ કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ શ્રી પિંગોલે પોતાના 16 વર્ષના કાર્યકાળની ઝાંખી રજૂ કરીને મંડળના સહકારને બિરદાવ્યો હતો. નવી કારોબારીની રચનાની દરખાસ્ત ડી. એસ. મહેશ્વરી, કાનજી સોંધરા અને ટી. ડી. દેવરિયાએ મૂકી અને વર્તમાન સમિતિનાં કાર્યોને લક્ષ્યમાં લઈ ટીમ રિપીટ કરવામાં આવી.  આ માટેનું સમર્થન ગુજરાત પ્રદેશ, હાલારરાજકોટ અને કચ્છના વિવિધ સમાજો અને અગ્રણીઓએ જાહેરમાં લેખિત રૂપે આપી ચૂક્યા હતા. પ્રદેશ પ્રમુખ નરેશ ફુલિયા, નિતેશ લાલણ, લખન ધુઆ, માતઈધામના લક્ષ્મણ લાલણ, કંડલા-ગાંધીધામના જીવરાજ ભાંભી, નાગશીં ચુણા, પૂનમ ચુણા, ચંદ્રુઆધામના લાલજી દાદા, પંજપુરખધામના ભીમજી ફફલ, વેલજી મતિયાધામના નાંગશી ફફલ, મુંદરા તા.ના મીઠુભાઈ મહેશ્વરીએ વિકાસની સરાહના કરી હતી. નવા વરાયેલા પ્રમુખ અને મહામંત્રીનું આરવી શાપિંગના એમ. ડી. રાકેશ અને જગદીશ હરશીભાઇ બુચિયાએ સન્માન કર્યું હતું અને તેમના પરિવાર દ્વારા રૂપિયા 21 લાખના દાનની જાહેરાત કરાઈ હતી. ગુડથર ધામના લક્ષ્મણ ભરાડિયાએ વિકાસને વધાવીને અગાઉ શ્રીરામ ગ્રુપના દાતાઓના સહયોગથી 21 લાખના દાનને 51 લાખ સુધી પહોંચાડવાની જાહેરાત કરી હતી. આ સાથે મહેશ્વરી સમાજના વિવિધ તાલુકા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓએ પ્રમુખ અને મહામંત્રીનું સન્માન કર્યું હતું. લુણંગદાદા મંદિરના પૂજારી મગન દાદાના જણાવ્યા પ્રમાણે આ મહિનામાં ચૈત્ર સુદ ત્રીજ તા. 21 માર્ચથી મેળા યાત્રાની શરૂઆત થશે અને તા. 22 રવિવારે ચોથના સવારે ધજા, કળશ અને ભેટ ચડાવવામાં આવશે. આ મેળાની રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, ચડાવા - દાતા સન્માન અને મોડી રાત્રે જ્ઞાનકથન કરવામાં આવશે. આ યાત્રા -  મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સભાને અંતે આભારવિધિ ઉપપ્રમુખ લક્ષ્મણ થારૂ દ્વારા કરાઈ હતી. ટ્રસ્ટના નારાણ બળિયા, મંગલ ખાંખલા, ભચુ પિંગોલ, કાનજી સોધમ, ધર્મેન્દ્ર ગરવા, મનોજ વિંઝોડા, સંજય કેનિયા, જીવણ વિંઝોડા, બાબુ વિશરીયા, હિરજી ચંઢારિયા, સુરેશ ફફલ, નવીન ચંદે, ગાંગજી મહેશ્વરી, દિલીપ આયડી, માલશીં દનિચા, કાનજી સુંઢા, રમેશ એસ. ધુવા, રમેશ બી. ધુવા, હીરાલાલ બળિયા, થાવર ડુંગળિયા, દામજી ઘેડા, બુધારામ કેનિયા, હરેશ ફફલ, શંકર સોધમ, ભાવેશ ફફલ, મયુર સિંધવ, ધવલ માતંગ, મંગલ ફમા, ચાંપશી ધેડા, ઈશ્વર ડગરા, કાન્તિ ધુવા, રાજેશ થારૂ, એડ. લક્ષ્મીચંદ ફફલ, મુરજી સોધમ, ગૃહપતિ રામશી બામણિયા, રવિ પિંગોલ, હોસ્પિટલના છાત્રોએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd