નખત્રાણા, તા. 12 : અબડાસાના ધારાસભ્ય દ્વારા ધાકધમકી
કરાઇ હોવાનો આક્ષેપ ઢોરો ગામના શખ્સ દ્વારા વાયરલ કરાયેલો વીડિયો અને આ ઘટના સાથે કોઇ
લેવા-દેવા નથી અને ધારાસભ્ય સામે કરાયેલા આક્ષેપ પાયાવિહોણા હોવાનો ખુલાસો મુસ્લિમ
સમાજ દ્વારા કરાયો છે. બે દિવસ અગાઉ ઢોરો ગામના યાકુબ મુતવાએ પોતાને શ્રી જાડેજાએ ધાકધમકી
આપી હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો. આ બાબતે જે વીડિયો બાબત અને ઘટના સાથે મુસ્લિમ
સમાજને કોઇ લેવા-દેવા નથી અને આ તેમનો અંગત મામલો હોવાનો ખુલાસો આજે ધારાસભ્યના કાર્યાલય ખાતે મુસ્લિમ સમાજના
આગેવાનોએ કર્યો હતો. આ આગેવાનોએ વધુમાં જણાવ્યું
કે, અમો
ટ્રક ઓનર્સ એસો. સાથે સંકળાયેલા છીએ અને તેમને સમર્થન જાહેર કરીએ છીએ. તેઓ દરેક સમાજ
સાથે સુમેળભર્યા સંબંધો રાખી વિકાસના કામો કરી રહ્યા છે. આ તકે હિતરક્ષક સમિતિના પ્રમુખ
મામદ રાયમા, હાજી સિધીક કુંભાર, દાઉદ થેબા,
ટ્રાન્સપોર્ટ અગ્રણીઓ હાજી હારૂન મુસા, હાજી મુસા
હુસેન, ઇકબાલ ઘાંચી, હોતખાન મુતવા,
દોલતખાન, હાજી મામદ રહીમ મુતવા, હાજી ઇદરીશ જત, હાજી અબ્દુલ સલામ, જાકેદ મુતવા, ગુલામ મુબારક જત વગેરેએ ઉપસ્થિત રહી અંગત
વિવાદને સમાજ સાથે સાંકળવું યોગ્ય ન હોવાના
સૂર વ્યકત કર્યો હતો.