ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો
અને મહાનગરપાલિકા વિસ્તારમાં 200 કરોડથી વધુના
ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે રોડ રસ્તા લાઇબ્રેરી વરસાદી નાળા સહિતના કામો પ્રગતિમાં
છે અને ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરાય તેવું તંત્ર કહી રહ્યું છે તે વચ્ચે બંને
નાયબ મ્યુનિસિપલ કમિશનરો એ જોડિયા શહેરોમાં થતા કામોનું નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરો
તેમજ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને નાયબ
મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે એન્જાનિયર અર્ણવ બુચ સહિતના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો
ને સાથે રાખીને લૂંણનદેવ રોડ, રામબાગ
રોડ, હીરાલાલ પારેખ સર્કલ થી લઈને અપના નગર ચાર રસ્તા સુધીનો
માર્ગ, પીજીવીસીએલ ની મુખ્ય કચેરી ની સામે બની રહેલી સ્માર્ટ
લાઇબ્રેરી, અને મુખ્ય બજારમાં આરસીસી રોડ અને બ્યુટીફિકેશનની
કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન સાથે જરૂરી
સૂચનાઓ આપી હતી. ખાસ કરીને અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોને કામગીરીની ગુણવત્તા સામે
કોઈપણ જાતની બાંધછોડ ન કરવા જણાવ્યું હતું તાજેતરમાં જ માર્ગોની કામગીરીને લઈને બે
કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી છે અગાઉ નાયબ મ્યુનિસિપલ કમિશનરો એ માર્ગોની મુલાકાત
લઈને સમીક્ષા કરી હતી અને જે તે સમયે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.તેમ છતાં સૂચનાઓનું યોગ્ય
પાલન ન થતા નોટિસ ફટકારવામાં આવી છે. અન્ય કોન્ટ્રાક્ટરોને પણ તાકીદ કરવામાં આવી છે
નહિતર આગામી સમયમાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.