• શુક્રવાર, 13 માર્ચ, 2026

કચ્છના મહિલા દાતાઓની આરોગ્ય-શિક્ષણ માટે સખાવતો

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 12 : કચ્છના સખાવતી ઇતિહાસમાં મહારાણી સાહેબા ગંગાબાએ મિડલ સ્કૂલ બંધાવ્યાની વાત હોય કે ભાટિયા-જૈન દાતાઓના મહિલા દાતાઓના ઔદાર્યની સાક્ષી અનેક નિશાળો, ગૌશાળા, દવાખાના અડીખમ છે. આજે મહિલા દિને વાત કરવી છે મૂળ કચ્છી એવા સન્નારીઓની કે જેમણે કરોડોની સખાવતો કરી આરોગ્ય-શિક્ષણની સેવા કરી છે. ખેતર-વાડી, બાંધકામ જેવા શ્રમદીર્ઘ ક્ષેત્રોમાં પરસેવો પાડતી કચ્છની દીકરીઓ કે જેમણે પરિવાર સાથે વિદેશની વાટ પકડી ધંધા-વ્યવસાયમાં ઘરની લક્ષ્મી બન્યા બાદ સ્થાનિક અને માતૃભૂમિ સાથે આખાય પરિવારને સેવા ક્ષેત્રે પ્રવાહિત કર્યો.  - પુષ્પાબેન ભુડિયા : હસુભાઇ ભુડિયાના ધર્મપત્ની પુષ્પાબેન ભુડિયા મૂળ નારાણપર (રાવરી)ના દીકરી છે. તેમણે પતિને અને બાદમાં પુત્રોને ઉદાર હાથે દાન આપવા પ્રેર્યા છે. આમ તો પરિવારના રતનબેન કેશવલાલ ભુડિયા, વેલીબેન કાનજી ભુડિયા અગ્રિમ છે, તો અરવિંદભાઇના પત્ની ભાનુબેન ભુડિયા ઉદાર હૃદયના દાતા છે.  સુખપર (રોહા)ના પ્રેમીલાબેન પ્રેમજી ભુડિયા, માનકૂવાના દીકરી એવા ધનબાઇ કાનજી વરસાણીએ પતિ કે. કે. પટેલને કચ્છમાં સખાવતો કરાવી છે, કે.કે. પટેલના દીકરી હસ્મિતાબેન પણ દાતા છે, તો પૈતૃક માનકૂવા ગામે ધનબાઇબેનનાં નામથી સ્કૂલ બંધાવી છે. આર. ડી. વરસાણી પરિવારના મઘીબેન દાતા છે. કુંદનપરના સ્વ. પુરીબેન મૂરજીભાઇ પિંડોરિયા હિન્દુ પ્રવૃત્તિ, કૃષિ, રમત-ગમત, શિક્ષણપ્રેમી દાતા રહ્યા હતા. નારાણપરના વેલબાઇ ધનજી વરસાણી કરોડોના દાતા છે. કેરા-કુંદનપરના શિક્ષણ ટ્રસ્ટના નૂતન સંકુલનું ભૂમિદાન તેમનાં નામે છે. કોડાય સ્વામિનારાયણ ગુરુકુળમાં તેઓ દાતા છે. - લક્ષ્મીબેન રાબડિયા : વાડાસરના લક્ષ્મીબેન રવજી રાબડિયા દાતા છે. તેમણે ગૌશાળા, સમાજ, મંદિરોમાં નોંધપાત્ર દાન આપ્યું છે. ભુજ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા પરિવારના દેવબાઇ, સીતાબેન પ્રવીણભાઇ પિંડોરિયા, કાંતાબેન હરીશ પિંડોરિયા પણ મહિલા દાતા છે. - કે.કે. પટેલ હોસ્પિટલમાં 16 કરોડનું દાન : મૂળ માધાપરના વિજયાબેન સામજી દબાસિયાએ ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં 16 કરોડનું દાન આપ્યું છે. કેન્સર વિભાગ તેમની સેવાનો સાક્ષી છે. લેવા પટેલ હોસ્પિટલનો ડાયાલિસીસ જેસામ પરિવારનો છે. સામજીભાઇ દબાસિયાને સતત સેવા આપવા વિજયાબેન પ્રેરે છે. કચ્છના સમાજ-શિક્ષણસેવી પરિવારોમાં મુઠ્ઠીઊંચેરા વ્યક્તિત્વ તરીકે રીટાબેન ગોપાલભાઈ ગોરસિયા મૂકસેવક છે. તેમની દિલેરી જમણો આપે તો ડાબા હાથને ખબર ન પડે તેવી છે. લેવા પટેલ સમાજનું છાત્રાલય કુંવરબેન કરશન હાલાઇનાં નામે છે. પરિવારના કેશરબેન દેવશી હાલાઇ ત્રણ દાયકા પહેલાં કરોડોના દાતા છે. બળદિયાના લક્ષ્મણભાઇ ભીમજી રાઘવાણીના પત્ની પ્રેમબાઇ સત્સંગ, જળસંચય, ગૌસેવા અને શિક્ષણમાં મોટા દાતા છે, તો ભારાસરના કુસુમબેન વિશ્રામભાઇ વરસાણી અને ફોરમબેન સૂર્યકાંત વરસાણી રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવે છે. - દિલમાં સેવાનો ધબકાર : બળદિયાના રવજી મેઘજી વેકરિયાના ધર્મપત્ની અમૃતબેન કલ્યાણભાઇ વેકરિયા હોય કે  યુ.કે. રહીશ ધનુબેન કાનજી જેસાણીના હૃદયમાં લોકસેવા ધબકે છે. મૂળ કેરાના સુમિત્રાબેન હાલારિયા સ્વામિનારાણ મંદિર ભુજના વડીલ સેવાશ્રમના દાતા છે, તો વેલજી ઝીણા ગોરસિયાના પત્ની સામબાઇબેન સર્વાંગી દાનવીર છે. - ચાંદનીબેન વેકરિયા : માધાપરના લંડનવાસી ચાંદનીબેન અરજણ વેકરિયા યુવા દાતા છે. હેમાબેન રવજી કારા, બર્નટોક પરિવારના અમૃતબેન લક્ષ્મણભાઇ કેરાઇ, રામજી રત્ના પરિવારના વાલીબેન વરસાણી, કાનજી ભીમજી રાઘવાણી (બળદિયા) પરિવારના વેલબાઇ, નાનજી કાનજી પિંડોરિયાના પત્ની રાધાબેન નેત્રરોગ મુક્તિ માટે કાર્યરત છે. વેલજીભાઇ પિંડોરિયાના પત્ની દેવબાઇ (નારાણપર), લાલજી ભીમજી સંઘાણી (નારાણપર-કેન્યા)ના- વાલબાઇ અને પ્રેમવતીબેન, બળદિયાના સત્સંગી મોટા દાતા નારાણ મનજી કેરાઇના પત્ની વાલબાઇ, કાંતિભાઇ કેરાઇના પત્ની નીતાબેન, સૂરજપરના મૂળજી દેવરાજ અને રવજી દેવરાજ પરિવારના નારીરત્નો, ધનજી કરશન વરસાણી પરિવારના પ્રભાબેન, હીનાબેન, જશુબેન, કસ્તૂરબેન દાનપ્રેરક ભૂમિકામાં રહ્યા છે. - શ્રોફ પરિવાર : કચ્છના સખાવતી દાતા ચંદાબેન શ્રોફના પુત્રવધૂ પ્રીતિબેન અને શિવાનીબેન શ્રોફ, માવજી દેવરાજ ગોરસિયા પરિવારમાંથી રીટાબેન ઉપરાંત ગોવિંદભાઇના પત્ની રામબાઇ બહેન, શાંતાબેન હિતેશ ગોરસિયા, અનિતા જિતેશભાઇ, રમીલાબેન દિનેશભાઇ ગોરસિયા, કસ્તૂરબેન હરીશ ગોરસિયા દાતા છે, તો યુવા દાતામાં ભારાસરના સવિતાબેન નીતિન કલ્યાણ કેરાઇ (યુ.કે.), કે. કે. પટેલ પરિવારના અમૃતબેન, નંદાબેન અને હસ્મિતાબેન, સૂરજપરના ગં.સ્વ. સામબાઇ ખીમજી હાલાઇ, રામબાઇ નારાણ હાલાઇ, રાધાબેન હંમેશાં હાથ લંબાવી પુણ્ય કરે છે. - દાતારી દેશ-વિદેશથી : વાક્રોફ્ટ યુ.કે.ના જયાબેન અરજણ વેકરિયા, જશુબેન શશિકાંત વેકરિયા, તાન્ઝાનિયા (નારાણપર)ના લાલબાઇ જાદવજી કેરાઇ, માધાપર લંડનના સવિતાબેન શિવજી પિંડોરિયા, દેવુબેન રવજી ગોરસિયા, કેસરબેન, પ્રેમીલાબેન, ગીતાબેન હરીશ ગોરસિયા, મૂળ માધાપરના તાન્ઝાનિયાના પ્રેમીલાબેન ગિરધરભાઇ પિંડોરિયા, તોરલબેન, મિરજાપરના જશુબેન પરબત સિયાણી, અમરબેન વેલજી (નારાણપર), મુક્તાબેન શિવજી વરસાણી, માનબાઇ કુંવરજી નારદાણી (મોમ્બાસા-કેરા), પ્રીતિબેન હીરાલાલ વરસાણી, ભારતીબેન મહેન્દ્ર પટેલ, ઉર્વશીબેન શશિકાંત પિંડોરિયા (અમદાવાદ), વિજયાબેન ભીમજી વરસાણી, રતનબેન મનજી કેરાઇ (માંડવી-નાઇરોબી), હેમાલી ભરત ગામી, હિમ્સ પરિવારના શાંતાબેન ભીખાલાલ, સીમાબેન અને રાધિકાબેન, કેશરબેન લક્ષ્મણ રાઘવાણી (બળદિયા) જેવા અનેક મહિલાઓની દિલેરીનો જોટો નથી. શક્તિરૂપેણ આ સન્નારીઓને વંદન. - નારીશક્તિની દિલેરી : કેરા, તા. 12 : બિનનિવાસી કચ્છીઓના દાન મહિલા કેન્દ્રિત રહ્યા છે. પુત્ર કે પતિ દાન આપે તો પણ માતાનું નામકરણ અવશ્ય કરાવે છે. તેના અગ્રિમ ઉદાહરણરૂપ ભુજની માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર છે, તો ધનબાઇ પ્રેમજી ભુડિયા કોમ્યુનિટી હોલ, માતુશ્રી રતનબેન દેવજીભાઇ વરસાણી કુમાર વિદ્યાલય, કુંવરબેન હાલાઇ છાત્રાલય, સ્વ. પુરીબેન મૂરજીભાઇ ભુડિયા ઓડિટોરિયમ-કેરા, કેળવણી પ્રકલ્પના કન્યા રતનધામ રતનબેન ભુડિયા નામે છે. પુષ્પાબેન અને ભાનુબેન તેમજ વેલીબેન કાનજી ભુડિયા જ્ઞાનવેલી એકેડેમી મહિલાઓનાં નામે જ છે. આવી તો અનેક સખાવતો નારીશક્તિનાં નામે છે તે બતાવે છે કે, કચ્છી દાતાઓમાં નારીશક્તિ સદૈવ કેન્દ્રમાં રહી છે. 

Panchang

dd