વાયોર (તા. અબડાસા), તા. 17 : તાલુકાના
ગરડા પંથક વિસ્તારમાં વિકાસકામોની વણથંભી વણઝાર યથાવત રહેવા સાથે અબડાસા તાલુકાના
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે વાયોર નાની સિંચાઇ ડેમ ખાતે ગરડા પંથક
વિસ્તારના કુલ રકમ 1460.09 લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
હતુ. અબડાસા, નખત્રાણા, લખપત ત્રણેય તાલુકાના ધારાસભ્ય શ્રી
જાડેજાના હસ્તે વાયોર પંથકમાં 107 સિંચાઇ ડેમનાં ખાતમુહૂર્તની સાથે
સારગવાડા ગામે બુરખાણ રૂા. 585.41, રિપારિંગ મેન્ટેનન્સ, વાયોર ગામે લોરિયા ડેમ
રૂા. 247.85 રિપારિંગ, વાઘાપદ્ધર ગામે ડેમ રૂા. 137.95, બેર
નાની ગામે ડેમ રૂા. 338.97 રિપારિંગ, મોટી બેર મણિયારો ડેમ
રૂા. 150.21, કામોનું ખાતમુહૂર્ત વાયોર નાની સિંચાઇ
ડેમ ખાતે કરવામાં આવ્યું હતું,
જેમાં એટીવીટીના સદસ્ય પરેશભાઈ ભાનુશાલી, વાયોર
જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાતાસિંહ જાડેજા, જાડેજા
સાહેબજી જાડેજા (માજી સરપંચ વાયોર), તાલુકા પંચાયત
સદસ્ય મહાવીરાસિંહ જાડેજા, માજી જિલ્લા પંચાયત સદસ્ય અનુભા જાડેજા, ઇમરાન
કુંભાર, ડાહ્યાલાલ બળિયા, મહેન્દ્રાસિંહ
જાડેજા (માજી સરપંચ વાયોર), આમધભાઈ ઓઢેજા, ખારઈના અલીમામદ રાયમા, જાકબ રાયમા, કિશોરભાઇ ઠક્કર, બરંદાના છાડનાભાઈ (મોટી બેર સરપંચ,
હાજીહારૂન (નાનીબેર), પચાણભાઈ (મોટી બેર),
ચંદુભાઈ ભાનુશાલી (નાની બેર), જુવાનાસિંહ
જાડેજા (માજી તાલુકા પંચાયત સદસ્ય), લખપત તાલુકાના હાજી
સલેમાન, હાજી ઈશાભાઈ, રબારી સમાજના
આગેવાન રબારી ડુગરબાપા, વાયોર મુસ્લિમ સમાજના આગેવાન
ગુલામહુસેનછા પીરજાદા તેમજ આજુબાજુના વિસ્તારના તમામ ગામોના સામાજિક, રાજકીય આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.