ગઢશીશા (તા. માંડવી), તા. 10 : અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ
ભગવાન રામ મંદિરના પ્રથમ વાર્ષિક પાટોત્સવની ઊજવણીને અનુલક્ષી ગઢશીશા ખાતે સમસ્ત સનાતન
હિન્દુ સમાજ દ્વારા ઊજવણીનો પ્રારંભ થયો હતો. હિન્દુ પંચાંગની તિથિ મુજબ આજે દરિયાસ્થાન-રામ
મંદિર (લોહાણા મહાજનવાડી) ખાતેથી શોભાયાત્રા નીકળી હતી. બાદમાં હવન-હોમ યોજાશે જેમાં
ગામના અંદાજિત સનાતન સમાજના 32 સમાજના લોકો જોડાશે. ત્યારબાદ બરફના શિવલિંગ પર અભિષેક
તથા સમૂહ મહાઆરતી અને એક જ રસોડે તમામ સમાજનો સમૂહપ્રસાદ જૈન મહાજનવાડી ખાતે યોજાશે.
સમગ્ર ગામને પ્રદક્ષિણા કરતી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. લોકો જોડાયા હતા. તા.
11/1 શનિવારે દિવસે વેપારી મંડળ દ્વારા સનાતન હિન્દુ સમાજના તમામ વ્યાપારી પ્રતિષ્ઠાનો
બંધ રાખી ભાગ લેશે. સંતો-મહંતો હાજરી આપી આશીર્વચન પાઠવશે તથા ધાર્મિક કાર્યક્રમમાં
જોડાશે.