ગાંધીધામ, તા. 16 : ગાંધીધામમાં
જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3-બી, યુનિટ-10 દ્વારા
વર્ષ 2026ના હોદ્દેદારો
માટે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિટ ડાયરેક્ટર અને
ઇન્સ્ટોલેશન ઓફિસર ઈશાની પી. ગોસ્વામી દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શપથ લેવડાવવામાં
આવ્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ, ત્રણ-બી ફેડરેશન પ્રમુખ ડો. મધુકાંત આચાર્ય, યોગેશ ત્રિવેદી,
મીનાબેન વાઘમશી, શોભના વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા
હતા. ફેડરેશનના પ્રમુખ તરીકે સુનીલભાઈ બજાજ, મંત્રી ઓમપ્રકાશ
સરિયાલા, ઉપપ્રમુખ દીપક બજાજ અને પવન જૈન, ખજાનચી રાકેશ ઠાકુર, એસ.એમ.ઓ. કેવડારામ પટેલ અને સભ્યો
અને ડાયરેક્ટરઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ફેડરેશનના પ્રમુખને તલવાર અને અન્ય સભ્યોને
પ્રસંગોચિત ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેડરેશનના મંત્રી પ્રદીપ જોશી,
અધ્યક્ષ હેમંત ઠક્કર ઉપરાંત કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીધામ
અને યોગેશ મેહતા, સખી અને સહેલીના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત
રહ્યા હતા. સંસ્થાના સેવાકીય લક્ષ્યોને વેગ આપવા અને નવા વર્ષના સંકલ્પો સાથે સામાજિક
ઉત્થાનની કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મંચ સંચાલન અને આભારવિધિ મંત્રી
ઓમપ્રકાશ સરિયાલાએ કરી હતી, તેમ મીડિયા ઇન્ચાર્જ અશોક મિત્તલે
જણાવ્યું હતું.