• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ભુજ નાયબ કલેક્ટર - મામલતદાર કચેરીનું સ્થળાંતર

ભુજ, તા. 10 : શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિલાયન્સ પેટ્રોલપંપ જતા રિંગરોડ માર્ગે બનાવાયેલા નવાં મકાનમાં આવતીકાલ તા. 11ના સોમવારથી નાયબ કલેકટર અને સબડિવિઝન મેજિસ્ટ્રેટ તથા મામલતદાર અને એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ (શહેર)ની કચેરીનું સ્થળાંતર કરાશે. ન્યૂ લોટસથી એરોપ્લેન સર્કલ જતા માર્ગે બે માળની બનેલાં આ બિલ્ડિંગમાં પ્રથમ માળે પ્રાંત કચેરી કાર્યરત થશે, જેમાં જિલ્લા કલેકટર સંલગ્ન વહીવટી કામગીરી થશે, જ્યારે ગ્રાઉન્ડ ફલોર પર ભુજ શહેર મામલતદાર કચેરી શરૂ કરાશે. જેમાં ભુજ, માધાપર, મિરજાપર, સુખપર અને પાલારા ગામને લગતી ઇ-ધરા, પુરવઠા, મહેસૂલી કામગીરી કરાશે. આ ઉપરાંત અહીં જનસેવા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે. પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા મામલતદાર અને એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ ભુજ (શહેર)ના કાર્યક્ષેત્રને લગતી કામગીરી માટે ઉપરોક્ત સરનામે સંપર્ક કરવા પ્રાંત અધિકારી ડો. એ.બી. જાદવે અખબારી યાદીમાં જણાવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang