• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કચ્છમાં વર્તમાન નવેમ્બર વીતેલા દાયકાનો સૌથી ગરમ

ભુજ, તા. 6 : દેશ અને રાજ્યની સાથે કચ્છમાં પણ આ વખતે વાતાવરણમાં થોડી વિચિત્રતાનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને લા-નીનોની અસરનાં કારણે આ વખતે ચોમાસું મોડે સુધી ચાલવા સાથે નિર્ધારિત સમયથી શિયાળો મોડો બેસે તેવી સંભાવના હવામાન નિષ્ણાતો દ્વાર વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગમાંથી મળેલી સત્તાવાર વિગત મુજબ ઓક્ટોબરમાં વિક્રમી ગરમી પડયા બાદ નવેમ્બરમાં પણ વીતેલા દાયકાના નોંધનીય ગણી શકાય તેવા તાપનો અનુભવ થઈ રહ્યો છે. 2018 બાદ વર્તમાન વર્ષનો નવેમ્બર મહિનો એવો છે કે, જ્યારે દિવાળી પૂર્ણ થઈ ગઈ અનેનવેમ્બર માસ પણ અડધો વીતવાની તૈયારીમાં હોવા છતાં ગુલાબી ઠંડીની ચમક પણ ભાગ્યે જ અનુભવાય છે.  ભુજ-કંડલા એરપોર્ટ, નલિયા સહિત કચ્છના તમામ મહત્ત્વનાં મથકમાં હાલ દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્યથી ત્રણથી ચાર ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે. કારતક શરૂ થયો હોવા છતાં બપોરના ભાગે તાપની અકળામણ કચ્છીઓને અચરજ પમાડી રહી છે. નવેમ્બરમાં કચ્છમાં સામાન્ય રીતે મહત્તમ પારો 34થી 36 ડિગ્રી વચ્ચે રહેતો હોય છે, પણ લઘુતમ તાપમાન 1પથી 20 ડિગ્રી વચ્ચે નોંધાતું હોય છે, તેના બદલે હાલમાં 20 ડિગ્રીથી વધુ તાપમાન જિલ્લામાં નોંધાઈ રહ્યું હોવાનાં કારણે ગુલાબી ઠંડીની પકડ જોઈએ તેવી જામતી નથી. હવામાન નિષ્ણાતોના જણાવ્યાનુસાર લા-નીનોનાં કારણે ઓક્ટોબરમાં કચ્છમાં વરસાદ સામાન્યથી વધુ વરસ્યો, તો છ વર્ષ બાદ મહત્તમ તાપમાન 40 ડિગ્રીના આંકને આંબી ગયું હતું.  નવેમ્બરમાં પણ એ જ રીતે 2018 બાદ સર્વાધિક ઊંચું તાપમાન નોંધાઈ રહ્યંy છે. વર્તમાન વાતાવરણીય પરિબળ જોતાં શિયાળાનાં આગમન માટે હજુ ઓછામાં ઓછું એક પખવાડિયું રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang