ભુજ, તા. 6 : પશ્ચિમ કચ્છ જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક વિકાસ
સુંડા ભુજમાં રાત્રે મોટર સાઈકલથી પેટ્રોલિંગ પર નીકળ્યાને ધ્યાને આવ્યું કે, શહેરના
ઘણા સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા અને કેટઆઈઝ લાગેલા નથી. આથી તુરંત સૂચનના પગલે સફેદ
પટ્ટા અને કેટઆઈઝ લગાડવાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શહેરના 64 સ્પીડબ્રેકર
આ કામગીરી સાત દિવસમાં પૂર્ણ કરી દેવાશે. પોલીસવડા શ્રી સુંડાની સૂચના અનુસંધાને જિલ્લા
ટ્રાફિક પી.એસ.આઇ જે.ડી.સરવૈયાએ તા.6/11ના રાત્રિના સમયે રિલાયન્સ સર્કલથી જયુબિલી
સર્કલ સુધીના- 14 સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ લગાડવાની કામગીરી હાથ ધરી હતી.
જેમાં પ્રિન્સ રેસીડેન્સીથી જયુબિલી સર્કલ સુધીના-13, જયુબિલી સર્કલથી બસ સ્ટેશનથી
ખેંગારપાર્કથી મંગલમ ચાર રસ્તા સુધી-19, આર.ટી.ઓ સર્કલથી આત્મારામ સર્કલથી રેલ્વે સ્ટેશન
રોડથી છત્રીસ કવાર્ટસથી પ્રિન્સ રેસિડેન્સી સુધી-16, રિલાયન્સ સર્કલથી પ્રિન્સ રેસિડેન્સી
સુધી-7, રિલાયન્સ સર્કલથી કચ્છ યુનિવર્સિટી સુધી-9 આમ કુલ-64 સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ લગાડવાની
કામગીરી દિન-7માં પૂર્ણ કરવામાં આવશે. પોલીસ વડાશ્રી સુંડાની સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક
પી.એસ.આઇ. શ્રી સરવૈયા તથા તેઓની ટીમ દ્વારા આ કામગીરી કરી શહેરમાં અકસ્માતમાં ઘટાડો
લાવવા તથા રાત્રિના સમયે શહેર વિસ્તારમાં પસાર
થતા વાહન ચાલકોને સરળતાથી સ્પીડબ્રેકર ઉપર સફેદ પટ્ટા તથા કેટઆઇઝ દેખાઇ શકે જેથી તેઓ
સારી રીતે પોતાના વાહન ચલાવી શકે અને પરિણામ સ્વરૂપે અકસ્માત નિવારી શકાય તે માટે આ
કામગીરી હાથ ધરવામાં આવી છે. - હવે જવાબદારોએ શહેરના જર્જરિત માર્ગો પર પણ બાઈક સવારી કરે...
: પ. કચ્છ
જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધીક્ષક શ્રી સુંડા બાઈકથી પેટ્રોલિંગ પર નીકળ્યાને અનેક સ્પીડ
બ્રેકર્સ પર સફેદ પટ્ટા ન દેખાય અને સૂચનાના
પગલે નિર્ણાયક કામગીરી શરૂ થઈ છે. જે નિ:શંક બિરદાવવા લાયક પગલું છે. પરંતુ
અત્યાર સુધી સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ન હતા તેના માટે જવાબદાર કોણ? અને તેના સામે
કોઈ પગલાં લેવાશે કે કમે? આવા પ્રશ્નો ઉપરાંત શહેરના અનેક માર્ગો જર્જરિત છે. વરસાદ
તેમજ વિવિધ યોજના જેમ કે, નલ સે જલ, કે વાગરિંગ તેમજ ગટર લાઈનને લઈને ઉબડખાબડ થઈ ગયા
છે. ત્યારે આવા માર્ગો પર પણ સંબંધિત તંત્રના જવાબદારો અને નેતાઓ બાઈક સવારી કરે તો...