• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

તંદુરસ્ત સમાજ સ્વસ્થ દેશની નિશાની

ભુજ, તા. 5 : તંદુરસ્ત સમાજ એ સ્વસ્થ દેશની નિશાની છે, તેવું રોટરી ઈન્ટરનેશનલ સંસ્થાના ઉપક્રમે પાટવાડી સ્કૂલ ખાતે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પને ખુંલ્લું મૂકતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. ભૂજ વિસ્તારનાં ધારાસભ્ય કેશુભાઇ પટેલે સમુદાયને રોગ થાય જ નહીં તેવી જીવનશૈલી વિશે તથા દવાઓથી બચવા સમજ આપી હતી. નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ રોગ નિવારણ સંબધી ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અને યોગવિદ્યા અંગે પોતાનાં વિચારો વ્યક્ત કર્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજાસિંહ ઝાલાએ શાળામાં મેડિકલ કેમ્પની સુવિધાનાં કારણે શિક્ષણ સાથે આરોગ્ય સેવાનું સંકલન થયું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. શહેર પ્રમુખ મીત ઠક્કરે ભૂજમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે જાણકારી આપી હતી. આયુર્વેદિક અને હોમીયોપેથિક મેડિકલ કેમ્પમાં પ્રફુલ્લ ઠક્કરે પ્રોજેક્ટનો હેતુ સ્પષ્ટ કરી રોટરીની જનસેવા સંબંધી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી. પ્રોજેકટ ચેરમેન ભરત ત્રિવેદીએ આ કેમ્પમાં ડો. પવન મકરાણીની આગેવાની હેઠળ ડો. પરેશ સચદેવ, ડો. જીજ્ઞેશ ઠક્કર, ડો. અનિતા ગોજીયા અને ડો. પ્રતિક્ષા પવાર ઉપસ્થિત રહી દર્દ નિદાન કર્યું હોવાનું તથા કેમ્પમાં ડાયાબિટિસ તથા બ્લડપ્રેશર સંબંધિત 79 જેટલાં દર્દીઓએ લાભ લીધો હોવાનું જણાવ્યું હતું. સેવા આપનાર મેડિકલ સ્ટાફનું સન્માન કરાયું હતું. રોટરી પ્રમુખ ધર્મેન્દ્રાસિંહ વાઘેલા, મંત્રી અજયાસિંહ જાડેજા, માધાપર જીવન સંધ્યા વૃદ્ધાશ્રમનાં ચેરમેન નરેન્દ્ર મીરાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોર, ગૃપ શાળાના આચાર્ય રાજેશ ગોરએ વ્યવસ્થા સંભાળી હતી. શાળાના નાઝીર કુરેશી સહિતનાં સ્ટાફે દવા વિતરણની કામગીરી સંભાળી હતી. સંચાલન ડો. ઉર્મીલ હાથીએ તથા આભારવિધિ અશરફ મેમણે કરી હતી.

Panchang

dd