• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

માયાનો કપટ દુર કરનાર દિવ્ય પ્રકાશ શ્રીમદ ભાગવત

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 6 : પરમાત્મા પોતાની પ્રકૃતિ ને વશ કરીને આત્મા માંથી પ્રગટ થાય છે. માયા એ પરમેશ્વર ની અચીંકય શક્તિ સ્વરૂપ છે. જીવ વિનાનો શરીર નકારાત્મકતા પ્રદાન કરે છે, તેથી જ પ્રાણ વિનાના શરીર ને પણ ઘર માં રાખવામાં આવતું નથી. આમ, આત્મરૂપી આત્મશક્તિ વિના શરીર શવ બની જાય છે. તેવું ભાગવતાચાર્ય  રમેશભાઈ ઓઝાએ અંજુર તાલૂકા ના ચાંદ્રાણી ખાતે આવેલ શ્રીકૃષ્ણ ગૌ સેવા મંડળ ના લાભાર્થે આયોજીત '108 પોથી સમૂહ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ' કથા પારાયણ ના ત્રીજા દિવસે જણાવ્યું હતું. આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાશે. કથા સ્થળ ` ગૌ લોક` મધ્યે આજરોજ '108 પોથી સમૂહ શ્રીમદ્દ ભાગવત કથા પારાયણ' ના ત્રીજા દિવસે મંગલાચરણ બાદ પોથી પૂજન અને શ્રી ભાગવત સ્તુતિ બાદ કથા પ્રારંભ કરતા મનિષિ વક્તા ભાઇશ્રી એ  કહ્યું હતું  કે વેદો અને શાસ્ત્રો (શ્રુતિ) ની વાતો ને ઋષિઓ એ યુક્તિ દ્વારા સમજાવવાના પ્રયાસ કર્યા છે. જેની સમજણ થકી મનુષ્ય એ અનુભૂતિ ની યાત્રા કરી શકે છે. જેમ ઉન ના વસ્ત્રો થકી શરીર ની ઉષ્મા (ગરમી) નો અનુભવ કરી શકાય છે તેમ મંદિર માં પરમકૃપાળુ પરમાત્મા ના દર્શન થકી માનવી ના હૃદય માં રહેલી ઇશ્વર ની અનુભૂતિ નો અનુભવ કરી શકાય છે. શાસ્ત્રો, સદગુરુ અને સંતો ના શબ્દો પરમાત્મા તરફ નિર્દેશ કરનારા છે. શ્રીમદ્દ ભાગવત ની વ્યાસપીઠ પર બિરાજનાર માં વિરક્તિ, વૈષ્ણવ, વિપ્ર, અને વેદશાસ્ત્રો માં વિદ્વાન સહિતના ગુણો હોવા આવશ્યક છે, નામ, દામ ની આશક્તિ ની ભાવના રાખનાર ભાગવતાચાર્ય શ્રીમદ્દ ભાગવત માટે અધિકારી નથી. તેમજ સંતત્વ દ્વારા મન ની સ્થિતિ અહંકાર રહિત બને છે. અને શ્રીમદ્દ ભાગવત ના શ્રવણ રસ થી જીવન અમૃતમયી બનેછે. અને જીવન માં પવિત્રતા થકી આત્મા શુદ્ધ બને છે તેવું ઉમેર્યું હતું - સાધક,તપસ્વી અને તેજસ્વી : વક્તા પૂ.ભાઇશ્રી એ સૌ શ્રોતાઓ ને જણાવેલ કે ધર્મ ચાર ચરણ છે, સત્ય, તપ, પવિત્રતા, અને દયા. જેમાં દયા એ ધર્મનું મૂળ છે. મૌન એ મન નું તપ અને સત્ય એ વાણી નું તપ છે.  મૌન રહેવા કરતા સત્ય બોલવું મોટું તપ હોવાનું ઁ જણાવ્યું હતું. તેમજ માતાપિતા અને સૂર્ય, ચંદ્ર એ પ્રત્યક્ષ દેવો છે. મનુષ્યને જીવનમાંથી કૃતજ્ઞતા ને દૂર કરવા પર ભાર મુક્યો હતો. શ્રીમદ્દ ભાગવત અંગે જણાવતા કહ્યું હતું કકે જે દિવ્ય પ્રકાશ ને કારણે માયાનો કપટ દૂર થાય તે અને વેદરૂપી કલ્પવૃક્ષ નું પરિપક્વ ફળ એજ તે શ્રીમદ્દ ભાગવત છે. શ્રીમદ્દ ભાગવતજી એ વેદો અને ઉપનિષદો નો સાર છે અને ભક્તિ પ્રદાન કરનારું પરમ તત્વ છે. આમ, આ ભાગવત રૂપી અમૃતફળ ને શ્રવણ કરી ગ્રહણ કરી શકાય છે. રાજા પરીક્ષિત અને સુકદેવજી ઉતમશ્રોતા અને ઉત્તમ વક્તા ની વ્યાખ્યા ને સાર્થક કરેલી ભગવત પ્રેમ ના અનુરાગ ના કારણે સુકદેવજી એ શ્રીમદ્દ ભાગવત કહી હતી. વર્તમાન સમય માં કથાઓ નો સાધન તરીકે નહીં પણ સાધ્ય તરીકે સમાજ ના કલ્યાણ માટે ઉપયોગ જવું જોઈએ. દેવતાઓ પાસે સત્તા અને સંપત્તિ નો ભંડાર હોવા છતાંય ભાગવતરૂપી અમૃત પામી શક્યા નહોતા. આ અમૃત કેવળ સુપાત્ર ને જ પ્રાપ્ત થઇ શકેછે. જેનામાં કોઇ વિકાર નથી તેને કોઇ સંસ્કાર ની જરૂરિયાત રહેતી નથી.  . ત્રીજા દિવસ ની કથા ના અંતિમ ચરણ માં પૂ.ભાઇશ્રી એ વર્તમાન સમય માં વેદ શાસ્ત્રો નું જ્ઞાન ન ધરાવનાર અજ્ઞાની અને પાખંડી લોકોથી અંતર રાખવા સૂચન કર્યું હતું. અને ધર્મ માં પાખંડ રૂપી ઉધઈ થી બચવા હાકલ કરી હતી. . પાખંડ રૂપી ઉધઈ થી ધર્મ ની હાનિ થાય છે. પાખંડ સામે કબીરદાસે પણ તીવ્ર વિરોધ નોંધાવ્યા હોવાનું ભાઈશ્રી એ  કહ્યું હતું. પ્રભુશ્રી રામે સત્ય માટે વનવાસ સ્વીકાર્યો તેમજ સત્ય ના કારણે ભીષ્મ પિતામહે આજીવન બ્રહ્મચર્યનું  પાલન કર્યું જેના કારણે સ્વંય શ્રી દ્વારિકાધીશે પણ ભીષ્મજી ને પોતાના દિવ્ય દર્શન આપ્યા હતા. પૂ.ભાઇશ્રી એ સમયે સમયે પરિવર્તન ના કારણે સનાતન ધર્મ ટકી રહ્યો હોવાનું જણાવ્યું હતું.  કથા પ્રારંભે દુધઈ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. આર. આર. વસાવા, એ.એસ.આઈ જયેશભાઇ પરમાર, કોન્સ્ટેબલ રમેશભાઇ આહિર, કિશનભાઇ મીરાણી, શશીભાઇ મીરાણી, પૂ.સાધ્વીજી અદ્વૈતાનંદગીરીજી, મનફરા જાગીર ના મહંત પૂ.રાહુલનાથજી બાપુ, મેકરણદાદા અખાડા ધ્રંગ ના મહામંડલેશ્વર શ્રી મુલજીડાડા, લોડાઇ શિવશક્તિ આશ્રમ ના પૂ.દયારામ દાદા, અંજાર પ્રખંડ વિ.હી.પ ના અધ્યક્ષ મહેશભાઇ રાવલ, ભાવિકભાઈ ખાટરીયા, બજરંગ દળ ના કિશનભાઇ હુંબલ, આહિર અગ્રણી પાંચાભાઇ વેલા આહિર, ભાણાભાઇ ડાંગર, દેવજીભાઇ ચાવડા, હીરાભાઇ આહીર, પધ્ધર વઇ ના બાબુભાઇ આહિર, રવજીભાઇ માસ્તર, મહેશભાઇ તેજાભાઇ આહિર, અજાપર ના સરપંચ નારાણભાઇ ચૈયા, આદિપુર કન્યા વિદ્યાલય ના ટ્રસ્ટી શંભુભાઇ ડાંગર સહિતના વિવિધ અગ્રણીઓ અને આગેવાનો એ પૂ.વ્યાસપીઠ ના આશીર્વાદ મેળવી પૂ.ભાઇ શ્રી દ્વારા સન્માન મેળવ્યું હતું. મુખ્ય યજમાન પરિવાર દ્વારા કથા આરતી કરવામાં આવી હતી.  હતી. આ કથા દરમિયાન દરરોજ 108 ઋષિ કુમારો દ્વારા 108 શ્રીમદ્દ ભાગવતપોથીઓ નું પઠન, પૂજન ,અને સ્તુતિ કરવામાં આવે છે. પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ના વ્યાસાસને કચ્છમાં પ્રથમ 108 પોથી સમૂહ ભાગવત જ્ઞાનયજ્ઞ માં ભાઇશ્રી ના શ્રીમુખે કથા શ્રવણ માટે માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા કથા સમિતી ના અધ્યક્ષ શ્રી અરજણ ભાઇ કાનગડ અને શ્રી કૃષ્ણ ગૈસેવા મંડળ ના અધ્યક્ષ શ્રી નારણભાઈ બકુત્રા ના માર્ગદર્શન માં વિવિધ સમિતિઓ અને સ્વંય સેવકો સેવાઓ આપી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશભાઇ મહેતા એ કર્યું હતું. કથા ના બીજા દિવસે પ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, અને નારાયણ ઠાકર દ્વારા સંતવાણી નો ભવ્ય રાત્રી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતાં.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang