• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

કોઈ માઈનો લાલ પેદા નથી થયો : રિજિજુ

નવી દિલ્હી તા.11 : દેશ વેંચવા અંગેના રાહુલ ગાંધીના આરોપ પર કેન્દ્રિય મંત્રી કિરેણ રિજિજુએ વળતો પ્રહાર કર્યો છે કે એવો કોઈ માઈનો લાલ પેદા થયો નથી જે દેશને ખરીદી કે વેંચી શકે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધામાં સૌથી મહત્વની વસ્તુ ભારતનો ડેટા છે. જો અમેરિકા સુપરપાવર રહેવા માંગે છે અને ડોલરનું રક્ષણ કરવા માંગે છે તો ભારતનો ડેટા અમેરિકનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બુધવારે લોકસભામાં બજેટ પર ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની ટીકા કરતા કહ્યું કે આ સરકારે દેશ વેચી દીધો છે. અમેરિકા સાથેનો વેપાર કરાર જથ્થાબંધ શરણાગતિ છે. જે અંગે સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ કહ્યું કે દેશને ખરીદી કે વેચી શકે એવો કોઈ વ્યક્તિ ક્યારેય જન્મ્યો નથી. પીએમ મોદી અત્યાર સુધીના સૌથી મજબૂત વડાપ્રધાન છે. રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા સહિતના મુદે્ બાલિશ વ્યવહાર કરવો જોઇએ નહીં. 

Panchang

dd