• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

યુવાનોના મતે ગાંધીધામ મહાનગર

કુલદિપ દવે દ્વારા : આઝાદી બાદ અસ્તિત્વમાં આવેલું ગાંધીધામ શહેર  આજે મહાનગર બન્યું છે.  શહેરના ભવિષ્ય એવા યુવાનોની દૃષ્ટિએ મહાનગર ગાંધીધામમાં શું સુવિધાની જરૂર છે, તે જાણવા પ્રયાસ કરાયો છેજેમાં યુવાનોએ સર્વગ્રાહી વિકાસ, કાયદો વ્યવસ્થામાં સુધાર, માળખાંકીય સુવિધાઓ સહિત વિકસાવવાના મત વ્યક્ત કર્યા છે. - ડિજિટલ ફરિયાદ વ્યવસ્થા વધુ પ્રભાવશાળી બનાવવી જોઈએ    : મહાનગરપાલિકા બન્યા બાદ અનેક પ્રકારનાં સકારાત્મક  પરિણામો જોવા મળી રહ્યાં છે. વિવિધ સ્થળે વિકાસકામોનો ધમધમાટ જોવા મળે છે, ઝડપી વિકાસ પૂર્ણ કરવા માટે વિભાગો વચ્ચે સંકલનમાં સુધારો કરવો જોઈએ, ભવિષ્યને ધ્યાનમાં રાખીને  કામો થઈ રહ્યાં છે જે સમયસર પૂર્ણ થવાં જોઈએ અને તેની જાળવણી થવી જોઈએ, મુખ્ય બજાર સહિતનાં સ્થળે  ટ્રાફિક વ્યવસ્થા  થવી જોઈએ, વાહન પાર્કિંગની સુદૃઢ  વ્યવસ્થાની જરૂરિયાત છે. કચરા વ્યવસ્થાપનમાં સુધારા જરૂરી છેપાણી નિકાલનુ સુઆયોજન કરવું જોઈએ, જાહેર પરિવહનની સુવિધા વિસ્તારની આવશ્યકતા છે, યુવાનો માટે પુસ્તકાલયો, રમતગમતનાં મેદાનો અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોના વિકાસ માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેમજ નાગરિકોને સાંભળવા માટે ડિજિટલ ફરિયાદ વ્યવસ્થાને પ્રભાવશાળી બનાવવી જોઈએ. -કિષ્ના સુથાર (તોલાણી  ટીમર્સ કોલેજ-આદિપુર) - સર્વગ્રાહી વિકાસ જરૂરી : હાલમાં ગાંધીધામનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આપણી આસપાસ પરિવર્તન સ્પષ્ટપણે  જોઈ શકીએ છીએ. માળખાંકીય સુવિધાઓનો વિસ્તાર તેમજ સુધારેલી સુવિધાઓ નાગરિકોને મદદરૂપ બનશે. આ પરિવર્તન અનેક પ્રકારની તકો લાવશે. વિકાસ  ફક્ત ઈમારતો અને બજરો  પૂરતો સીમીત ન હોવો જોઈએ. ટ્રાફિક વ્યવસ્થાપન અને રસ્તાઓની સ્વછતા ઉપર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ, સ્વચ્છતા જેવા મુદ્દા શહેરનાં સ્વાસ્થ્ય અને સલામતીના માપદંડોની છબી ઉપર અસર કરે છે, સ્વચ્છ વાતાવરણ અને વ્યવસ્થિત પરિવહન આધુનિક શહેરની મૂળભૂત જરૂરિયાત છે. - ભાવના ગઢવી (તોલાણી લો કોલેજ-આદિપુર) - નશાની પ્રવૃત્તિ ઉપર અંકુશ લવાય : હાલમાં મુંદરા સર્કલથી અંતરજાળ માર્ગે ટ્રાફિક સમસ્યા ઉકેલાની જરૂરિયાત છે. આદિપુર કોલેજ પાસે વાહનચાલકોના સ્ટંટો  અકસ્માત નોતરશે, નશાની  પ્રવૃત્તિઓ ઉપર અસરકારક અંકુશની જરૂરિયાત છે મહાનગર ગાંધીધામમાં કાયદો  વ્યવસ્થામાં હજુ અનેક પ્રકારના સુધારાની જરૂરિયાત છે, જીપીએસસી  અને યુપીએસસી પરીક્ષાનાં માર્ગદર્શન સ્પિપાનું ગાંધીધામમાં સેન્ટર કાર્યરત કરવું જોઈએ. - નીલ દવે (તોલાણી કોર્મસ કોલેજ-આદિપુર) - શિક્ષણ સંસ્થાનને આધુનિક બનાવો : થોડા સમય અગાઉ ટાગોર રોડ ઉપર ગંભીર  અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક   નિયમન માટે વિવિધ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ  અને ઝીબ્રા ક્રોંસિંગ  હોવા જોઈએ, સરકારી પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રની સંસ્થાનમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર  સાથે  શિક્ષણનું સ્તર સુધારવુ જોઈએ.  -બાલમુકુદ ઝા તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ - વિકાસકામો વિના અડચણે ઝડપભેર પૂર્ણ થવાં જોઈએ : મહાનગરમાં સુધારેલાં આયોજન અને માળખાંગત સુવિધાઓ વિસ્તાર માટે હાથ ધરાયેલા પ્રયાસો નોંધપાત્ર છે. કેટલીક જગ્યાએ ચાલી રહેલાં કામો  મંદ ગતિએ ચાલી રહ્યાં છે, જેના કારણે  રોજિંદા મુસાફરોને  મુશ્કેલી ઊભી થાય છે, રાજવી ફાટક  પાસે ઓવરબ્રિજનું કામ ધીમું ચાલતાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, કોઈ પણ પ્રકારની અડચણો વિના વિકાસના  જુદા-જુદા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ થાય, તો અનેક પ્રકારની સમસ્યાઓ હળવી થશે. પ્રિન્સકુમાર (તોલાણી  કોમર્સ કોલેજ-આદિપુર) -  નાગરિકો પોતાની જવાબદારી નિભાવે : મહાનગરપાલિકા બનવાથી મેઘપર બોરીચી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિતની સુવિધા ઊભી થઈ  છે, જે આવકાર્ય છે. રસ્તા સહિતનાં જુદાં-જુદાં કામો ઝપડભેર શરૂ થાય છે, પરંતુ પૂર્ણ થતા સમય લાગે છે. આ કામોમાં સુરક્ષા મુદ્દે અનદેખીને કારણે લોકો અકસ્માતનો શિકાર બને છે, વિદ્યાર્થીઓ  માટે રાહતદરે બસ સેવા શરૂ કરવી જોઈએ, લોકો વાંચન પ્રત્યે પ્રેરણા લે તે માટે આધુનિક તેમજ નવાં-જૂનાં પુસ્તકોથી સજ્જ લાઈબ્રેરી હોવી જોઈએ, સુવિધાસભર સરકારી આરોગ્ય માળખું ઊભુ કરવું જોઈએ, સરકાર પાસે જુદી-જુદી અપેક્ષા રાખવી છે, પંરતુ તે પહેલાં પ્રત્યેક નાગરિકોને પોતાની ફરજ અદા કરવી  જોઈએ. તેમાંય સ્વચ્છતા જાગરૂક્તાની જરૂરિયાત છે. - ખુશી પટેલ તોલાણી કોમર્સ કોલેજ  -  રમતવીરો માટે માળખું ઊભું કરાય : હાલમાં ગાંધીધામનો વિકાસ  ગરીબી અને મધ્મયવર્ગના ભોગે થઈ રહ્યો છે. ગણતરીના દિવસોની નોટિસ  આપી દબાણ દૂર કરવાની જગ્યાએ તેમણે પુન:સ્થાપન માટે સમય આપવો જોઈએ, પાલિકાની કાર્યાવાહીને અનેક લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાય છે. માલેતુજારનાં દબાણો હટતાં નથી, સ્થાનિક રમતવીરોને  ઉચ્ચ કારકિર્દી માટે સ્થાનિક પુરતા પ્રમાણમાં વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, - હિરેન ઠાકર (તોલાણી લો કોલેજ) - સરળ, સસ્તી આંતરિક પરિહવન વ્યવસ્થા વિકસાવાય : સરળ અને સસ્તી પરિવહન સેવા માટે સિટી બસની વ્યવસ્થા હોવી જોઈએ, મુખ્ય વિસ્તારનો વિકાસ કરવામાં આવે છે, પરંતુ શહેરના આંતરિક  વિસ્તારમાં પણ દબાણ  સહિતની સુવિધા ઉકેલી વિકાસ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આદિપુર શાકમાર્કેટનો વિકાસ થઈ રહ્યો છે તે સારી બાબત છે. મહાનગરપાલિકા દ્વારા  કોઈ પણના પ્રભાવ વિના પારદર્શકતાથી દબાણ દૂર કરવાની કામગીરી  આવકાર્ય છે.  - જિમિલ પટેલ તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ

Panchang

dd