• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

રવાપરથી નેત્રા 12 કિ.મી.ના રસ્તાનું કામ પૂર્ણ થતાં આનંદ

નખત્રાણા, તા. 11 : રાજ્યના માર્ગ-મકાન વિભાગ દ્વારા રવાપરથી નેત્રા 12 કિ.મી. માર્ગ રૂા. 14 કરોડ ખર્ચનાં કામનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે બે વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત કરાયા બાદ અંતે કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. કામ અંતે રાજકિય, તંત્રના પદાધિકારીમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલનાં પગલે મહત્ત્વના માર્ગનું કામપૂર્ણ થતાં આ વિસ્તારમાં વાહનોચાલકોની કઠિન સમસ્યાનો અંત આવ્યો છે, જેના લીધે વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. આ વિસ્તારની નાગવિરી તા.પં.ની સીટ ઉપરથી ચૂંટાયેલા તા.પં. પ્રમુખ દિનેશભાઈ વાઘેલા દ્વારા માર્ગ કામ પૂર્ણ કરવા માટે ધારાસભ્ય શ્રી જાડેજા સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ માર્ગના કોન્ટ્રેક્ટરની નિક્રિયતા તેમજ વહીવટી પ્રક્રિયામાં અવરોધથી ખોરંભે ચડેલું કામ અત્રે ધારાસભ્યના પ્રયત્નોથી ઝડપથી પૂરું કરવામાં આવ્યું છે. રસ્તાની બંને સાઈડમાં પટ્ટી કામમાં માટી, રેતી નાખવાના બદલે મોરમ નાખવામાં આવે, જેથી ચોમાસાંમાં રસ્તાનું ધોવાણ ન થાય તેમજ વાહનચાલકો માટે જોખમરૂપ ન બને આ બાબતે પણ તેમણે ધ્યાન દોર્યું હતું. 

Panchang

dd