• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

ઈંગ્લેન્ડને હરાવી વિન્ડિઝ સુપર એઈટ ભણી

મુંબઇ તા.11: ટી-20 વર્લ્ડ કપની ગ્રુપ સીની મેચમાં ઇંગ્લેન્ડને આંચકો આપીને વેસ્ટ ઇન્ડિઝે આગેકૂચ કરી છે. તેના બે મેચમાં 4 અંક થયા છે અને સુપર-8 રાઉન્ડમાં લગભગ પહોંચી ગયું છે. ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝનો 30 રને વિજય થયો હતો. વિન્ડિઝના 7 વિકેટે 196 રનના જવાબમાં ઇંગ્લેન્ડ ટીમ 19 ઓવરમાં 166 રને ઓલઆઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરન 30 દડામાં 43 રને નોટઆઉટ રહ્યો હતો. ફિલ સોલ્ટે 20, બટલરે 21, બેથલે 33 અને કેપ્ટન હેરી બ્રુકે 17 રન કર્યાં હતા. વિન્ડિઝ તરફથી ગુડાકેશ મોતીને 3 અને રોસ્ટન ચેઝને 2 વિકેટ મળી હતી. અગાઉ ઇંગ્લેન્ડના બોલર્સ પર હલ્લાબોલ કરીને વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટે 196 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. વિન્ડિઝ ઇનિંગ્સમાં 13 ચોગ્ગા અને 13 છગ્ગા લાગ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત નબળી રહી હતી અને 8 રનમાં બ્રેંડન કિંગ (1) અને કેપ્ટન શાઇ હોપ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શેરફોન રૂધરફોર્ડે મોરચો સંભાળી પાવર હિટિંગ કર્યું હતું. તે 42 દડામાં 2 ચોક્કા અને 7 સીકસરથી આતશી 76 રને અણનમ રહ્યો હતો. તેના સાથમાં અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે 17 દડામાં 4 છગ્ગાથી 33 રન કર્યાં હતા. આ બે વચ્ચે છઠ્ઠી વિકેટમાં 32 દડામાં 61 રનની ભાગીદારી થઇ હતી. શિમરોન હેટમાયરે 12 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 23, રોસ્ટન ચેઝે 29 દડામાં 34 રન કર્યાં હતા. પોવેલ 14 રને આઉટ થયો હતો. વિન્ડિઝ ટીમે આખરી પ ઓવરમાં 66 રન ઉમેરી સ્કોર 196 સુધી પહોંચાડયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેમિ ઓવરટન અને આદિલ રશીદને 2-2 વિકેટ મળી હતી.  

Panchang

dd