• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

અંજારમાં 1.83 લાખના અંગ્રેજી શરાબ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 11 : અંજારના જી.આઇ.ડી.સી. નવાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી એલ.સી.બી.એ રૂા. 1,83,400ના શરાબ સાથે એક શખ્સને પકડી પાડયો હતો. દરોડા દરમ્યાન ગાંધીધામના શખ્સનું નામ બહાર આવ્યું હતું. અંજાર નવાનગર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં હનુમાન દાદાના મંદિર પાસે રહેતો શૈલેષ રઘુરામ મારા (મઢવી) નામનો શખ્સ દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી. આ શખ્સને તેના કબજાના મકાનમાંથી પકડી પાડી તેને સાથે રાખી મકાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મકાનમાંથી રોયલ ચેલેન્જ 180 મી.લી.ના 280 કવાર્ટરિયા, ઓલ સિઝન 750 મી.લી.ની 51 બોટલ તથા રોયલ સ્ટગ 750 મી.લી.ની 19 બોટલ એમ કુલ રૂા. 1,83,400નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સને દારૂનો જથ્થો ગાંધીધામનો ભીમા જસરાજ ભરવાડ નામનો શખ્સ આપી ગયો હતો. આ ભીમાને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd