ભુજ, તા. 1
: સાંસદ વિનોદભાઈ ચાવડા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા યોજાયેલા નમો ભારત પદયાત્રી
સેવા કેમ્પમાં માતાના મઢે શક્તિ અને ભક્તિના મહાપર્વે દર્શનાર્થે જતા પદયાત્રીનો અવિરત
પ્રવાહ ચાલુ છે, ત્યારે કેમ્પ ખાતે મેડિકલ-મિલેટ્સ
વિ. સેવાઓનો લાભ લેવાયો હતો. કચ્છના કુળદેવી મા આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓની
સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે. ભુજમાં આયોજિત કેમ્પમાં માજી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ
ચુડાસમાએ કેમ્પની મુલાકાત લઈ વિનોદભાઈની સેવાભાવના અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સ્વયંસેવકો,
લોકસભા પરિવારના સદસ્યોની સેવાઓ બિરદાવી હતી. કેમ્પમાં મેડિકલ-મિલેટ્સ, એનર્જી ડ્રિંક્સ,
સેલ્ફી પોઈન્ટ, મોબાઈલ ચાર્જિંગ જેવી સેવાનો પદયાત્રી તથા વાહનચાલક યાત્રીઓએ લાભ લીધો
હતો. તા. 30 સપ્ટે.ના રાત્રે મોડે સુધી કેમ્પમાં લોકગાયક ઘનશ્યામભાઈ ઝુલા સંગ સૌએ રાસ-ગરબાની
રમઝટ બોલાવી હતી. નગરપાલિકા અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ કેમ્પની મુલાકાત લીધી હતી. નમો
ભારત પદયાત્રી સેવા કેમ્પમાં મનીશભાઈ બારોટ, વિરમભાઈ આહિર, જયભાઈ ચાવડા, મોહનભાઈ ચાવડા,
યોગેશ ત્રિવેદી, મયૂરસિંહ જાડેજા, હિતેશ ભારથી, પ્રકાશભાઈ મહેશ્વરી, રવિભાઈ ત્રવાડી,
રવિભાઈ ગરવા, બટુકસિંહ (મઉ), કાંતિગિરિ ગોસ્વામી, નરેશભાઈ મહેશ્વરી, કિશોર મહેશ્વરી,
કૌશિક બગડા, વિશાલ ઠક્કર, મનીષાબેન સોલંકી, ધવલભાઈ સોલંકી, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ
લોકસભા પરિવારે ઉપસ્થિત રહી પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો. હજુ પણ બે-ત્રણ દિવસ
પદયાત્રીઓનો પ્રવાહ ચાલુ રહેશે, તેવું યાદીમાં જણાવાયું હતું.