• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ચોથીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ કચ્છ આવે છે

ભુજ, તા. 30 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી 4 ઓક્ટોબરના કચ્છ આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે. મળેલી માહિતી પ્રમાણે માંડવીના પંડિત શ્યામજી કૃષ્ણવર્માના સ્થાનક ક્રાંતિતીર્થનું નવીનીકરણ હાલમાં જ થયું હોવાથી આ નવા અદ્યતન ક્રાંતિતીર્થનું મુખ્યમંત્રી ચોથીએ સાંજે ઉદ્ઘાટન કરી શકે છે. મુખ્યમંત્રીની કચ્છ  મુલાકાત સમયે નવરાત્રિ મહોત્સવનો પણ પ્રારંભ થઇ ચૂક્યો હશે તેથી તેઓ આ જ દિવસે સાંજે અથવા ઉદ્ઘાટન સમારોહ પૂર્વે કચ્છની કુળદેવી આઇ આશાપુરા માતાજીનાં દર્શન કરવા માતાના મઢ પણ જાય તેવું આયોજન ગોઠવાઇ રહ્યું છે. આ અંગે કચ્છના કલેક્ટર અમિત અરોરનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે તૈયારી ચાલે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang