• મંગળવાર, 25 જૂન, 2024

વર્ધમાનનગરમાં પાંચ દિવસીય કિડ્ઝેનિયા ધ સમર કેમ્પનું આયોજન

ભુજ, તા. 26 : બીએમસીબી ગ્રુપ 25 વર્ષોથી વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા સામાજિક પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યું છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારના નાના બાળકો પણ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં રસ લે અને આગળ આવે તે માટે બી.એમ.સી.બી. એકેડમી દ્વારા વર્ધમાન નગર ખાતે નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન `કચ્છમિત્ર' અને બી.એમ.સી.બી. સાથે મળીને કરવામાં આવી રહ્યું છે એમ બી.એમ.સી.બી. ગ્રુપના ચેરમેન સી.એ. મહેન્દ્રભાઈ મોરબિયાએ જણાવ્યું હતું. વર્ધમાન નગરની શાળા કે જયાં સમાજના એક નબળા વર્ગ માટે બીએમસીબીએ સળંગ 10 વર્ષ સુધી કોઈપણ જાતના ફી વધારા વગર વ્યાજબી ફીથી શાળા ચલાવી છે. શૈક્ષણિક ક્ષેત્રે હજુ શ્રેષ્ઠ યોગદાન આપવા બીએમસીબી આ વર્ષે વર્ધમાન નગરના સંકુલના આ સંકુલમાં જ નર્સરી, અંગ્રેજી માધ્યમની ધો. 1થી પની શાળા અને બીબીએ કોલેજ પણ શરૂ કરવા જઈ રહી છે. આ ગ્રામીણ વિસ્તારને પહેલ વહેલી કોલેજ શરૂ થાય તે માટે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ સહયોગ આપી રહ્યા છે. કચ્છના ભાજપના યુવા સંયોજક અને માધાપર જૈન સમાજના પ્રમુખ હિતેશભાઈ ખંડોરે તેને આવકાર આપ્યો હતો. વેકેશનનો સદુપયોગ થાય અને બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થઈ રહે એ હેતુથી બીએમસીબી વર્ધમાન નગરના વર્ધમાન વિદ્યાલયમાં 3 વર્ષથી 10 વર્ષ સુધીના બાળકો માટે તદન નિ:શુલ્ક સમર કેમ્પ `િકડઝેનિયા'નું આયોજન કરવા જઈ રહ્યંy છે.માધાપર પાસે આવેલાં બીએમસીબી વર્ધમાન વિદ્યાલયમાં 3 વર્ષથી 10 વર્ષના કોઈપણ શાળાના બાળકો માટે 31મી મેથી 4થી જુન સુધી વિવિધ પ્રવૃત્તિઓ સાથેનો `િકડઝેનિયા ધ સમર કેમ્પ' કરવા જઈ રહી છે. `િકડઝેનિયા'માં 5 દિવસ સુધી દરરોજ બાળકોના ઉત્કર્ષમાં કામ આવે એવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે. પહેલા દિવસે કચ્છના ખ્યાતનામ આર્ટિસ્ટ દ્વારા પેઈન્ટીંગ તથા આર્ટસ અને ક્રાફટની તાલીમ આપવામાં આવશે. ત્યારબાદ એક પ્રોત્સાહક સ્પર્ધા યોજવામાં આવશે.  સંગીત, નૃત્ય, ગેમ્સ જેવી પ્રવૃતિ યોજવામાં આવશે. એક દિવસ બાળકોને રિજ્યોનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે લઈ જવામાં આવશે. ડો. આલાપ અંતાણી દ્વારા બાળકો તથા એમના માતા પિતાને ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન પર માર્ગદર્શન આપવામાં આવશે. એજ દિવસે બાળકોના આધાર કાર્ડ તથા હેલ્થ ચેકઅપનો કેમ્પ પણ યોજવામાં આવશે. સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજના એન્જિનીયર ચિંતન મોરબીઆ, પ્રો. ધિરજ સોલંકી, પ્રો. ચિંતન રાવલ બી.એમ.સી.બી. ગ્રુપના ગુલશનબેન દ્વિવેદી દ્વારા આયોજન સંભાળવામાં આવશે. કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે મો. 76981 13344 પર વિદ્યાર્થીનું નામ, ધોરણ, શાળા વોટસએપ કરવાનું જણાવવામાં આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang