• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ભુજ લાયન્સ હોસ્પિટલને ડાયાલિસીસ યંત્રની ભેટ

ભુજ, તા. 10 : અત્રેની લાયન્સ હોસ્પિટલમાં સ્વ. ભાણબાઇ લાલજી હાલાઇના આત્મશ્રેયાર્થે લાલજીભાઇ અરજણ હાલાઇ પરિવાર નારણપર તરફથી હોસ્પિટલને ડાયાલિસીસ મશીન માટે દાન રૂા. 7,50,000 મળ્યું હતું, જેનો લોકાર્પણ સમારોહ હોસ્પિટલ ખાતે યોજાયો હતો. પ્રારંભે દાતા પરિવારના લાલજીભાઇ અરજણભાઇ હાલાઇ, મૂરજીભાઇ લાલજીભાઇ હાલાઇ, સુરેશભાઇ લાલજીભાઇ હાલાઇ, રામબાઇ મૂરજીભાઇ હાલાઇ, વનિતાબેન સુરેશભાઇ હાલાઇનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં પરિવારના ધનબાઇ હરજી મેપાણી, વર્ષાબેન ધનજી વેકરિયા, રમેશભાઇ મૂલજીભાઇ હાલાઇ, ઉદયભાઇ સુરેશભાઇ હાલાઇ, હર્ષાબેન રમેશભાઇ હાલાઇ, ભક્તિબેન ઉદયભાઇ હાલાઇ, પ્રેમિલાબેન યોગેશ કેરાઇ, મીનાક્ષીબેન કલ્પેશ કેરાઇ અને અતિથિવિશેષ કમલેશભાઇ શેઠ (ફૂટમેટ-અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન લાયન્સ કલબના પ્રમુખ ચંદ્રકાન્ત સોનીએ કર્યું હતું. ચેરમેન ડો. ભરત મહેતા હોસ્પિટલમાં ચાલતી ફ્રી કિડની ડાયાલિસીસ, ફ્રી આંખના મોતિયોના ઓપરેશન, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, ઓડિયોમેટ્રી, ડિપાર્ટમેન્ટ, જનરલ ઓપીડી, પેથોલોજી લેબોરેટરી, લેબોરેટરી, એમ્બ્યુલન્સ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. પ્રોજેકટ કો-ઓર્ડિનેટર કુંવરજીભાઇ અરજણભાઇ કેરાઇ અને ધનુબેન કુંવરજી કેરાઇ (નારાણપર-યુકે) રહ્યા હતા તેમજ મનસુખ શાહ અને વ્યોમા મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અભય શાહે કર્યું      હતું. 

Panchang

dd