• શનિવાર, 27 જુલાઈ, 2024

ભુજ સ્વામિનારાયણ મંદિરે આજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ

ભુજ, તા. 20 : ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પિતૃઓનાં મોક્ષાર્થે તથા ગૌ માતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે.ભાગવત કથામાં 401 જેટલી પોથીઓ મૂકવામાં આવશે. 21 એપ્રિલથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહુતિ તા. 27 એપ્રિલના કરવામાં આવશે. આ કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ભકિતભાવથી ઊજવાશે. સતત 12 વર્ષથી ગૌસેવાના લાભાર્થે આ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિરના સદ્ગુરુ મહંત  ધર્મનંદનદાસજી, ઉપમહંત  ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતોની પ્રેરણાથી કરવામાં આવે છે. પ્રસાદી મંદિર ખાતેથી વાજતે -ગાજતે નીકળેલી પોથીયાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, સનાતન દાસજી, જગતપાવન દાસજી, મુક્તજીવન દાસજી, શ્રીહરિ દાસજી આદિ વડીલ સંતો તેમજ સમૂહ શ્રીમદ્ ભાગવત કથાના મુખ્ય યજમાન અ.નિ. પરેશભાઈ ધીરજભાઈ, ધ.પ. ગં.સ્વ. જિજ્ઞાબેન, મનીષાબેન નીલેશભાઈ ધીરજભાઈ સરસાવાડિયા પરિવાર આદિ પોથી યજમાનો પોથી ગ્રહણ કરી સુશોભિત રથમાં સવાર થયા હતા. સ.ગુ. સ્વામી દેવકૃષ્ણ દાસજી, બાલકૃષ્ણદાસજી, કેશવજીવન દાસજી, લક્ષ્મીપ્રસાદ દાસજી, દેવપ્રકાશદાસજી, પુરુષોત્તમસ્વરૂપ દાસજી, ગોલોકવિહારી દાસજી, વિશ્વપ્રકાશ દાસજી, પ્રભુજીવન દાસજી, ચંદ્રપ્રકાશદાસજી, કૃષ્ણજીવન દાસજી, જયકૃષ્ણ દાસજી, મુખ્ય કોઠારી મૂરજીભાઈ શિયાણી, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરિયા  આદિ સંતો, ટ્રસ્ટીઓ, સાંખ્યયોગી બહેનોની બાઈઓના મંદિરના મહંત સા.યો. શામબાઈ ફઈ અને  યજમાન પરિવારો પોથીયાત્રામાં જોડાયા હતા. સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામી મુકુંદપ્રસાદદાસજીની પુણ્ય સ્મૃતિમાં સંતસ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. તા. 21 એપ્રિલના કથાનો પ્રારંભ ભુજ મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજીનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. તા. 23ના હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે હનુમાનજીનો અભિષેક, પુષ્પવૃષ્ટિ, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. આ જ દિવસે કથા દરમ્યાન સાંજે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે. તા. 24 એપ્રિલના સાંજે કૃષ્ણજન્મોત્સવ, તા. 25 એપ્રિલના ગોવર્ધન ઉત્સવ ઊજવાશે. કોડાય ગુરુકુળના છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. હરિભક્તો દરરોજ સવારે 8થી 11 કલાક અને બપોરના 3:30થી 6:30 દરમ્યાન કથાનું શ્રવણ કરી શકશે. તા. 26 એપ્રિલના રુક્ષ્મણિ વિવાહ અને તા. 27 એપ્રિલના મહાઆરતી સાથે કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તા. 28નાં નારાયણ યજ્ઞ યોજાશે. કથા દરમ્યાન શાત્રી સ્વામી શ્યામકૃષ્ણદાસજી, શાત્રી સ્વામી દેવવિહારીદાસજી કથાનું રસપાન કરાવશે. સભાનું સંચાલન શાત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી, શાત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી, સ્વામી શ્રીજીનંદદાસજી, સ્વામી નિર્ભયચરણદાસજી, સ્વામી કપિલમુનિદાસજી સંગીતની સુરાવલી વહેવડાવશે... 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang