• શનિવાર, 20 એપ્રિલ, 2024

છઠ્ઠીએ ભુજમાં બિનનિવાસી કચ્છીઓ સાથે પરિસંવાદ

ભુજ, તા. 2 : ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા આગામી તા. 06/04/2024, શનિવારના  ભુજ ખાતે બિનનિવાસી કચ્છીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી, જેમાં, સંસ્થાના ચેરમેન અનિલ ગોર, વાઈસ ચેરમેન વાડીલાલ દોશી, મસ્કત સ્થિત ગ્લોબલ કચ્છ ફેડરેશન સંસ્થાના વાઈસ ચેરમેન ચંદ્રકાન્ત ચોથાણી, યુકેથી જોડાયેલા વિલ્સડન મંદિરના ચેરમેન તેમજ સંસ્થાના ડાયરેકટર કુંવરજીભાઈ કેરાઈ, ઓમાન સ્થિત સંસ્થાના ડાયરેકટર કાનજી રાબડિયા, ગોપાલ પટેલ, સચિન નાકર, જગદીશ ઝવેરી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ચેરમેન અનિલ ગોરે બેઠક અંગે વિગતો આપી હતી. વિશ્વમાં સ્થાયી થયેલા બિનનિવાસી કચ્છી એના પ્રશ્નોના નિરાકરણ માટે તથા કચ્છી ભારતીયો વૈશ્વિક સ્તરે સંગઠિત થાય તેમજ વાણિજ્યિક આદાન-પ્રદાન કરે અને તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, બિદડા ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા, કુંવરજીભાઈ પટેલ તેમજ કાનજીભાઈ રાબડિયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વિવિધ દેશોના બિનનિવાસી કચ્છીઓ, સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંસ્થાની વેબસાઈટ ખુલ્લી મુકાશે. કાર્યક્રમ ફકત એનઆરઆઈ કચ્છીઓ માટે તથા કચ્છના અગ્રણી આમંત્રિતો માટે છે જેમાં ઉપસ્થિત રહેવા એનઆરઆઈ કચ્છીઓએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સંસ્થાની વેબસાઈટ લોન્ચ થયા બાદ સંસ્થા સાથે જોડાવા માટે તથા અભિપ્રાયો અને પ્રશ્નોની રજૂઆત કરવા માટે એક પ્રોફાઈલ મેમ્બરશિપ ફોર્મ વેબસાઈટ પર મૂકવામાં આવશે, જેથી ભવિષ્યમાં એનઆરઆઈ કચ્છીઓ તેમના અભિપ્રાયો અને પ્રશ્નો સંસ્થાને મોકલી શકશે. ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત એનઆરઆઈ કચ્છીઓની સાથે તેમના પ્રશ્નો, મુદ્દાઓની ચર્ચા-પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને કચ્છ માટે વિકાસમાં યોગદાન આપી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. બેઠકમાં મહેન્દ્ર જોશી, મસ્કત સ્થિત કાંતિભાઈ છાબડિયા, ભરતભાઈ સોની, ઘનશ્યામભાઈ જેઠવા, અમદાવાદ સ્થિત મનજીભાઈ વેકરિયા વગેરે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang