સૂર્યવંશી વૈભવ ભારતીય ક્રિકેટ પરંપરાનો વૈભવી વારસો પુરવાર
થયો છે.`એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ' ટૂર્નામેન્ટમાં યુએઈ સામે વૈભવે બતાવેલાં કાંડાનાં
કૌવત અને કૌશલ્યે ફરી એકવાર વિશ્વના ક્રિકેટપ્રેમીઓને અને ક્રિકેટના વિશ્વને એવું બતાવી
આપ્યું છે કે, ભારતની ધરતી ઉપર સમયાંતરે અસાધારણ પ્રતિભાઓ પાંગરતી
આવી છે.ભારતીય ક્રિકેટનો આ ઇતિહાસ ભવ્ય છે, તેમાં પણ 24 નવેમ્બરની વૈભવની ઈનિંગે તો
ક્રિકેટના માંધાતાઓને પણ સ્તબ્ધ કરી દીધા છે.53 દડામાં 28
0pt;
line-height:115%;font-family:"Shruti",sans-serif;mso-bidi-language:GU">સિક્સર, સાત ચોગ્ગાથી 204 કર્યા.28 દડામાં સદી અને બાવન દડામાં
બેવડી સદી કરીને વિક્રમ સ્થાપ્યો, લિસ્ટ-એ ક્રિકેટમાં તેણે આ સ્થાન
અંકિત કર્યું છે.384.91ના સ્ટ્રાઈકિંગ
રેટથી તેણે ઈનિંગ રમી એ અકલ્પનીય છે છતાં આજે તો વાસ્તવ છે.વૈભવ સૂર્યવંશીનાં નામની
ચર્ચા સર્વત્ર છે.ગઈકાલે જે થયું તે અલબત્ત મોટો વિક્રમ છે, પરંતુ આ કોઈ આકસ્મિક ઘટના નથી.તેની પોતાની
જ કારકિર્દીની સફરમાં આવેલો એક અગત્યનો પડાવ છે.13 વર્ષની વયે `આઈપીએલ'માં રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી રમીને સૌથી યુવા ખેલાડી હોવાનું તેને ગૌરવ
મળ્યું હતું.આઈપીએલ 2025માં 35 દડામાં સદી, આઈપીએલ 2026માં 776 રન સાથે `ઓરેન્જ કેપ' તેના શિર ઉપર મુકાઈ, ત્યારે
જ નક્કી થઈ ગયું હતું કે, ક્રિકેટનું તેનું મેદાન નાનું નથી.પંદર વર્ષ અને 99 દિવસની તેની
ઉંમર, ત્યારે ભારતીય સિનિયર ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય
ટી-20માં પદાર્પણ કરી `અન્ડર 19' વિશ્વકપમાં વિજય અને એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક, આ વૈભવનો ટ્રેક રેકોર્ડ છે.આ ફક્ત સિદ્ધિ જ
નથી, પરંતુ રમત ક્ષેત્રે તેણે કરેલી સાધનાનું પ્રતિબિંબ છે.પ્રધાનમંત્રી
રાષ્ટ્રીય બાળપુરસ્કારથી સન્માનિત વૈભવ પોતાને મળેલાં તે સન્માનને પોતે જ પુરવાર કરી
રહ્યો છે.સંઘર્ષ શબ્દ ન પ્રયોજીએ તો પણ અત્યંત કઠોર પરિશ્રમ આ સાફલ્યગાથાનો હિસ્સો
છે.પિતા સંજીવ સૂર્યવંશી અને બાળપણમાં તેના પ્રશિક્ષક રહેલા મનીષ ઓઝાનું માર્ગદર્શન
અને પ્રોત્સાહન તેને અહીં પહોંચાડવામાં અગત્યનું રહ્યું છે.સમસ્તીપુરથી પટણા સુધીની
100 કિલોમીટરની મુસાફરી, દર બીજા દિવસે થતી.આજે સ્થિતિ એ છે કે,
વિશ્વના ગણમાન્ય બોલરની બોલિંગ પણ વૈભવ સૂર્યવંશીના બેટ સામે હાંફતી
હોય તેવું અનુભવી શકાય.ટૂર્નામેન્ટની શરૂઆતમાં બે મેચમાં વિચલિત દેખાયા બાદ માનસિક
જુસ્સો ટકાવીને તેણે ઐતિહાસિક પુનરાગમન કર્યું.બોલિંગ અને અન્ય દબાવના પડકાર તો તે
ઝીલી શકે છે.હવે અગત્યનું એ છે કે, ક્રિકેટ દર્શકોની,
દેશવાસીઓની અને તેની પોતાની અપેક્ષાઓના `વાદળા'
આ `સૂર્ય'વંશીને ઘેરી ન વળે.ટી-20, લિસ્ટ-એ ક્રિકેટની આક્રમકતાની
સાથે ટેસ્ટ ક્રિકેટ માટેનું ધૈર્ય, ટેકનિક કેળવવા તેના માટે અગત્યના છે.બિહાર કે ભારતનું ક્રિકેટ તો વૈભવ સૂર્યવંશીની પ્રતિભા માટે એક `બાઉન્ડ્રી' છે.તે વૈશ્વિક ક્રિકેટનું ભાવિ છે.ભારતીય
ક્રિકેટ `રણજી યુગ', `સુનીલ ગાવસ્કર
એરા', `કપિલ દેવ
કાળખંડ' તરીકે ઓળખાતું આવ્યું છે.સચિન તેંડુલકર કે
વિરાટ કોહલી યુગ પછી હવે ભવિષ્યમાં ક્રિકેટ `વૈભવ સૂર્યવંશી યુગ' તરીકે ઓળખાય તેવી તમામ શક્યતાઓ 24 નવેમ્બર પછી બળવત્તર બની છે,
વૈભવે સંતુલન અને સાતત્ય જાળવવાના રહેશે.