નવી
દિલ્હી, તા.27 : સંસદમાં કોંગ્રેસ સીમાકંન ખરડાનો વિરોધ કરશે.પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત નેતાઓની હાજરીમાં સંસદીય પક્ષના અધ્યક્ષ
સોનિયા ગાંધીના નિવાસસ્થાને શુક્રવારે મળેલી સાંસદોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.કોંગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં 30મી નવેમ્બરથી શરૂ થઈ રહેલાં વિશેષ સત્રની તૈયારી
પર ચર્ચા કરાઈ હતી.સીમાંકન અને લોકસભાની બેઠકો પ0 ટકા વધારવાના સંદર્ભમાં પક્ષનું વલણ નક્કી કરાયું હતું.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી
0pt;
line-height:115%;font-family:Shruti;mso-ascii-font-family:Shruti;mso-hansi-font-family:
Calibri">, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ મહામંત્રી
વેણુ ગોપાલ સહિત નેતાઓની હાજરીમાં વિચારવલોણું કરાયું હતું.બેઠક બાદ સાંસદ ગૌરવ ગોગોઈએ
જણાવ્યું હતું કે, હજુ આવતીકાલે શનિવારની સવારે 11.30 વાગ્યે મલ્લ્કાર્જુન ખડગેનાં નેતૃત્વ હેઠળ `ઈન્ડિયા' જોડાણ સાથે પણ બેઠક યોજાશે.ઈન્ડિયા
જોડાણના પક્ષો સાથે બેઠકમાં સ્ટાલિન અને એનસીપી (શરદ પવાર જૂથ)ને પણ કોંગ્રેસ તરફથી
આમંત્રણ અપાયું છે.જો કે, એનસીપી (શરદ પવાર જૂથ)એ સીમાંકન વિધેયકનું
સમર્થન કરવાનું એલાન કરી દીધું છે.કોંગ્રેસ સંસદીય પક્ષે લોકસભાની વર્તમાન સંખ્યા
બરકરાર રાખવા, વર્તમાન સંખ્યામાં જ મહિલા અનામત આપવા અને આગામી
25 વર્ષ સુધી લોકસભામાં રાજ્યો વચ્ચે બેઠકોની વર્તમાન
વહેંચણી જાળવી રાખવા સહિત ત્રણ માગણીઓ કરી છે.કોંગ્રેસે `મોદીરાજ' પર પ્રહાર કરતાં કહ્યું હતું કે,
પહેલાં `સર' દ્વારા મોદી, શાહ કોણ મત આપશે અને નહીં આપે તે નક્કી કરતા હતા, હવે
સીમાંકનથી કરશે.મોદી અને શાહે ચૂંટણીપંચને પોતાની કઠપૂતળી બનાવી રાખી છે, તેવાંમાં સીમાંકનથી લોકોનું શું ભલું કરશે, તેવો સવાલ
કોંગ્રેસે ઊઠાવ્યો હતો.મુખ્ય વિપક્ષે ગંભીર આરોપ મૂક્તાં કહ્યું હતું કે, ભાજપનો ઈરાદો બંધારણને બદલવાનો છે.