અમદાવાદ, તા.26 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત હાઈકોર્ટે રેલવે ટ્રેક પર અકસ્માતમાં
મૃત્યુના કેસમાં મહત્પૂર્ણ ચુકાદો આપ્યો છે.કોર્ટે જણાવ્યું કે, રેલવે ટ્રેક ક્રોસ કરવામાં વ્યક્તિની બેદરકારીને
કારણે પણ મૃત્યુ થયું હોવાનું કહી વળતર નકારી શકાય નહીં.રેલવે પોતાની જવાબદારીમાંથી
છટકી શકે નહીં.હાઈકોર્ટે મૃતક યુવકના પરિવારજનોને 9
0pt;line-height:115%;font-family:
"Shruti",sans-serif;mso-bidi-language:GU">ટકા વ્યાજ સાથે રૂ.8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.રેલવે
ટ્રિબ્યુનલનો વળતર નકારવાનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો છે .રેલવે ટ્રેક પર અકસ્માતમાં
મૃત્યુના કિસ્સામાં વળતર નકારવાનો રેલવે ટ્રિબ્યુનલનો અભિગમ ખામીયુક્ત અને રેલવે અકસ્માત
વળતર કાયદાની જોગવાઈ વિરુદ્ધનો છે તેમ ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં ઠેરવ્યું છે.રેલવે
ટ્રેક ક્રોસ કરતી વખતે અકસ્માતે કપાઈને મૃત્યુ પામનાર એક યુવકના કિસ્સામાં તેના પરિવારજનોને
વળતર નકારવાના રેલવે ટ્રિબ્યુનલના હુકમને હાઈકોર્ટના જાસ્ટિસ દિવ્યેશ એ.જોશીએ ગેરકાયદે
અને રદબાતલ ઠરાવ્યો હતો અને મૃતક યુવકના પરિવારજનોને 9 ટકા વ્યાજ સાથે રૂ.8 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.રાજબહાદુર
અને અન્યની યુનિયન ઓફ ઈન્ડિયા સામેની ફર્સ્ટ અપીલમાં હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો
હતો.રેલવે સ્ટેશનો અને યાર્ડ્સ, ખાસ કરીને
જ્યાં ફુટ ઓવરબ્રિજ અથવા દૂર કે ભીડભાડવાળા હોય છે, ત્યાં મુસાફરો
વારંવાર પ્લેટફોર્મ પર પહોંચવા અથવા પરિસરમાંથી બહાર નીકળવા માટે પાટાને ઓળંગનું જોખ
ખેડતા હોય છે.ત્યારે રેલવે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આવા કૃત્યોને મુસાફરીની
બેદરકારી ગણાવી તેને ગુનાહિત કૃત્ય અથવા જાતે પહોંચાડેલી ઈજા તરીકે સરખાવી શકે નહીં.