અમરેલી, તા. 8 : અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે
ઓનલાઈન રોકાણના નામે ચાલતા રૂ. 634 કરોડના મોટા
નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરી કંપનીના ડિરેક્ટર સહિત કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે.
'જઉ ઙફુ' અને 'આક્ષફ ઙફુ' નામની ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોકોને ટૂંકા
સમયમાં દૈનિક 0.15 ટકાથી 0.30 ટકા સુધીનું આકર્ષક વળતર અને
રેફરલ બોનસની લાલચ આપી મોટા પાયે નાણાંનું રોકાણ કરાવવામાં આવતું હતું. શરૂઆતમાં રોકાણકારોને
થોડું વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ આરોપીઓએ એપ્લિકેશનની સેવાઓ બંધ કરી નાણાં પરત
ન આપીને મોટી છેતરપાઈ આચરી હતી. દેશભરમાંથી ગઈઈછઙ પોર્ટલ પર આ નેટવર્કના 12 બેન્ક ખાતાઓ વિરુદ્ધ 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ
છે, જેમાં રૂ. 23 કરોડથી વધુની ફ્રોડ રકમ સામે
આવતા પોલીસે સાત કંપનીઓના આશરે 15 બેન્ક ખાતાઓની
ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઓનલાઈન ઠગાઈના પ્રકરણમાં પોલીસે આશિષભાઈ છગનભાઈ
ગેડિયા (સુરત), ભાવેશભાઈ ધીરુભાઈ ચૌહાણ
(સુરત), નિશી સત્યનારાયણ પ્રસાદ (મહેસાણા), સોહિલભાઈ જીતેન્દ્રકુમાર મકવાણા (મહેસાણા), નિરવકુમાર
અરાવિંદભાઈ પટેલ (મહેસાણા) અને એસ.ડી. હબ કંપનીના ડિરેક્ટર સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ
(ગાંધીનગર) સહિતના છ આરોપીઓની ધરપકડ કરી છે.