નવી દિલ્હી, તા. 24 : અમેરિકી રાજદૂત
સર્જિયો ગોરે મોદીના અમેરિકી પ્રવાસ અંગે વિચિત્ર દાવો કર્યો હતો, તેમણે ભારત ડરતું હોવાથી પત્રકારોને પ્રશ્નો
પૂછવાની ના પાડે છે તમે ઉમેર્યું હતું. ભારતે આ દાવો ફગાવતાં પ્રતિક્રિયા આપી હતી કે,
અમારું પ્રતિનિધિ મંડળ ટ્રમ્પ સાથે મુલાકાત દરમ્યાન તેમના દ્વારા કરાતાં
વ્યવહારને લઇને સતર્ક રહે છે, તેથી આ દાવો નિરર્થક છે. જી-સાતમાં
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પહેલાં
સર્જિયો ગોરે કહ્યું હતું કે, ભારતના વિદેશ મંત્રાલયે આ ગાળા
દરમ્યાન કોઇ પ્રકારના પ્રશ્ન ન પૂછવા વિનંતી કરી હતી. સર્જિયો ગોરે કહ્યું હતું કે,
બેઠક પૂરી થયા બાદ આ વાત ટ્રમ્પ ભૂલી ગયા હતા, ઇટી વર્લ્ડ લીડર્સ ફોરમમાં તેમણે એવો દાવો કર્યો હતો કે જેવી મુલાકાત પૂરી
થાય છે કે તરત જ તેઓ કેમેરા સામે જુએ છે અને કહે છે કે, છે કોઇ
પ્રશ્ન ? તેમણે કહ્યું હતું કે, ભારત એમ
ઇચ્છે છે કે મીડિયાને બોલાવીએ, પરંતુ પ્રેસ કોન્ફરન્સ કરીશું
નહીં. તેમને કોઇ પ્રકારના પ્રશ્નો કરવામાં આવે નહીં. તે માટે ટ્રમ્પ સહમત થયા હતા.
આ મુલાકાતમાં જહાજો પરના હુમલા, હોર્મુઝને ફરીથી ખોલવા,
નાવિકોની સુરક્ષા અને ભારત અમેરિકી વચ્ચે વ્યાપાર કરાર સહિતના કેટલાય
મુદ્દાઓને આવરી લેવાયા હતા.