નવી દિલ્હી, તા. 21 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિશ્વ
ભારતને `િવકાસ અને આશાનાં તેજસ્વી સ્થળ' તરીકે જોઈ રહ્યું છે, દેશમાં સુધારાવાદી નીતિને લીધે અગાઉના લાયસન્સ રાજવાળી સરકારોના `સજાના મોડેલ'થી પ્રોત્સાહન આધારિત અભિગમનો માહોલ ઊભો થયો
છે. ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ-2026ને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, વિશ્વએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વ્યાપક ઉતાર-ચઢાવ
જોયા છે અને બધા દેશોનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આ અનુભવોથી એ બાબત સ્પષ્ટ
થઈ છે કે, બધા રાષ્ટ્રોનાં ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલાં છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, `એક પૃથ્વી, એક કુટુંબ,
વન ફ્યુચર' જી-20 દરમિયાન ભારતનો માર્ગદર્શક
મંત્ર હતો. સહિયારા ભવિષ્યની આ ભાવના, જવાબદારી સાથેની ભાવના, 21મી સદીના વિશ્વનો સામનો કરી રહેલા ઘણા પડકારોના ઉકેલો પ્રદાન
કરે છે. હાલે દુનિયામાં સંસાધનોનું શત્રીકરણ કરવામાં આવી રહ્યું છે અને અવિશ્વાસનું
વાતાવરણ નવા પડકારોને જન્મ આપે છે. વડાપ્રધાને અગાઉની લાયસન્સરાજ સરકારોની ટીકા કરતાં
કહ્યું હતું કે, પેઢીને તેઓ `પ્રોડક્શન લિંકડ સજા' (પીએલપી) મોડેલનું પાલન કરતા હતા, જેણે ઉત્પાદન વધારવા માટે કંપનીઓને દંડ કર્યો હતો. આજની યુવા પેઢીને એ સાંભળીને
આશ્ચર્ય થશે કે, આપણા દેશમાં એક સમય હતો જ્યારે કોઈ કંપનીએ નિર્ધારિત
મર્યાદા કરતાં વધુ ઉત્પાદન કર્યું હોય, તો તેને સજા કરવામાં આવી
હતી. આવી પ્રોડક્શન લિંક્ડ સજા, અગાઉના લાયસન્સ રાજવાળી સરકારોનું
મોડેલ હતું. તેમણે કહ્યું કે, જે લોકો આજે મેક ઈન ઈન્ડિયા અને
આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવે છે તેઓ ભૂતકાળની પીએલપી - પ્રોડક્શન લિંક્ડ સજાની
સમાન વિચારસરણીવાળા છે.