• બુધવાર, 01 જુલાઈ, 2026

ભારતે રચ્યો ઈતિહાસ : પહેલી વખત સેટેલાઇટ બેઝ્ડ સિસ્ટમથી લેન્ડ થયું વિમાન

નવી દિલ્હી, તા. 30 : ભારતીય નાગરિક ઉડ્ડયનના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવવામાં આવી છે. પહેલી વખત દેશમાં કોઈ વાણિજ્ય જેટ વિમાનનું લેન્ડિંગ પરંપરાગત ઇન્સ્ટ્રૂમેન્ટ લેન્ડિંગ સિસ્ટમને બદલે સેટેલાઇટ બેઝ્ડ લેન્ડિંગ સિસ્ટમ (એસએલએસ) મારફતે કરાવવામાં આવ્યું હતું. ઇન્ડિગોના એરબસ એ320 વિમાને ભારતના સ્વદેશી ગગન (જીએજીએએન) નેવિગેશન સિસ્ટમની મદદથી સફળ લેન્ડિંગ કર્યું હતું. જેના ઉપર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) દ્વારા દેખરેખ કરવામાં આવી હતી. હેવાલ અનુસાર ઇન્ડિગોના એટીઆર ટર્બોપ્રાપ વિમાન ઉપર સેટેલાઇટ બેઝ્ડ લેન્ડિંગનું પરીક્ષણ અગાઉ કરવામાં આવ્યું હતું પણ કોઈ કોમર્શિયલ જેટ ઉપર ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે. વિમાનમાં બેસેલા યાત્રીઓને પણ આ બદલાવનો અનુભવ થઈ શક્યો નહીં હોય. માત્ર રન વે ઉપર પહોંચવા માટે વિમાનને જમીન ઉપર લાગેલા રેડિયો ઉપકરણોને બદલે ઉપગ્રહો સંકેતોથી દિશાનિર્દેશ મળ્યા હતા. ગગન ભારતની સેટેલાઇટ બેઝ્ડ આગમેન્ટેશન સિસ્ટમ છે. જેને ઈસરો અને એરપોર્ટ અથોરિટી બન્ને દ્વારા સંયુક્ત રીતે વિકસીત કરવામાં આવી છે. જે જીપીથી મળતા સંકેતોને વધારે સટીક અને વિશ્વસનીય બનાવે છે. 

Panchang

dd