• બુધવાર, 01 જુલાઈ, 2026

ગાંજાનું છૂટક વેચાણ કરતો વવારનો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 30 : મુંદરાના ગુંદાલા-પત્રી વચ્ચે બંધ પેટ્રોલ પંપ પાસે નાની પડીકીમાં ગેરકાયદે છૂટક ગાંજાનું વેચાણ કરતા વવારના ગોપાલ આશરિયા ચોરાડાને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધો હતો. ગઇકાલે પ્રાગપર પોલીસે બાતમીના આધારે વવારના રવેચીનગરમાં રહેતા ગોપાલ ચોરાડાને માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ વજન 144 ગ્રામ, જેની કિં. રૂા. 7,200 અને એક મોબાઇલ કિ. 10,000 એમ કુલે રૂા. 17,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તેણે એક ટ્રકચાલક પાસેથી મેળવ્યાનું જણાવ્યું હતું. પોલીસે ગોપાલ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd