લંડન
તા.29: એફઆઇએચ
પ્રો લીગના આખરી મુકાબલામાં ભારતીય પુરુષ હોકી ટીમનો રસાકસી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં
ઈંગ્લેન્ડ વિરૂધ્ધ 3-2 ગોલથી રોમાંચક વિજય થયો હતો. બન્ને ટીમ
નિર્ધારિત 60 મિનિટમાં
ગોલ કરી શકી ન હતી. એકસ્ટ્રા ટાઇમમાં પણ ગોલ થયો ન હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી
ફેંસલો લેવામાં આવ્યો હતો. જેમાં ભારત તરફથી અભિષેક, શિલાનંદ
લાકડા અને હાર્દિક સિંહે ગોલ કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બે ખેલાડી જ ગોલ કરી શકયા
હતા. હોકી વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમનો આ આખરી ઈન્ટરનેશનલ મેચ હતો. એફઆઇએચ પ્રો
લીગના શરૂઆતના રાઉન્ડના નબળા દેખાવને લીધે ભારતીય ટીમ હાલ 8મા
ક્રમે છે. બેલ્જિયમ અને ઇંગ્લેન્ડ પહેલા-બીજા સ્થાને છે.