ગાંધીધામ, તા.30 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો
અને ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર કટોકટી છે. ઘણા લાંબા સમયથી આ સમસ્યા છે
તેનું સમાધાન હજુ સુધી તંત્ર કરી શક્યું નથી પરિણામે લોકોમાં આક્રોશ ભભૂકી રહ્યો છે.
મંગળવારે આદિપુરના ફોર બી વિસ્તારના લોકો પીવાના પાણીને લઈને સામાન્ય સભામાં પહોંચ્યા
હતા ત્યારબાદ નાયબ મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં મહિલાઓએ પાણીને લઈને વાત કરી હતી.
તો બીજી તરફ ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ પાલિકા પહોંચ્યા
હતા. આદિપુરમાં લાંબા સમયથી સમસ્યા છે. રામબાગ પાણીના ટાંકાથી લગભગ ચાર થી પાંચ કલાક
આદિપુરના પાણી આપવામાં આવતું હતું પરંતુ હાલના સમય ટપ્પર વરસામેડી થી જથ્થો ઓછો આવતા
આદિપુર ને પીવાનું પાણી ઓછું અપાઈ રહ્યું છે
તેની સીધી અસર અનેક વિસ્તારો માં વિતરણ વ્યવસ્થા ઉપર પડતા લોકોમાં આક્રોશ ફેલાયો
છે.ફોર બી વિસ્તારના મહિલાઓ અને લોકો કચેરીએ
આવ્યા હતા અને ડીવાયએમસી સંજય રામાનુજને ઉગ્ર રજૂઆત કરી હતી. સમસ્યાનું સમાધાન લાવવાની
ખાતરી આપવામાં આવી છે. નેતાઓ અને અધિકારીઓએ પાણી પુરવઠા બોર્ડ થી લઇને સરકાર સુધી જઈને
આ સમસ્યાનો સમાધાન લાવવું અત્યંત આવશ્યક છે. પીવાના પાણીની સમસ્યા બંને જોડીયા શહેરો
ના નાગરિકોને હેરાન કરી રહ્યું છે. ગાંધીધામના ગણેશ નગર વિસ્તારમાં પણ યુવાનું પાણી
ન મળતા મહિલાઓ નાયબ મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચ્યા હતા. એક બાજુ લીકેજો અને લાઇન
તૂટી જવાના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ને બીજી બાજુ લોકોના ઘરના નળમાં નિયમિત
જળ મળતું નથી મહાનગર બન્યું છે છતાં સમસ્યાનું
સમાધાન આવતું નથી આકરી ગરમી વચ્ચે વરસાદ ખેંચાયો હોવાથી પાણીની જરૂરિયાત પણ વધી છે. તંત્ર ઝડપથી પગલા ભરે લોકોને નિયમિત પીવાનું પાણી
આપે તે જરૂરી છે.