ગાંધીધામ, તા. 30 : રાપરના મેવાસા ગામમાં ગાગોદર
ગામની સીમમાં આવેલા ખેતરમાં વાવણી મુદ્દે કાકા અને બે ભાઇએ લાકડી, પાઇપ વડે હુમલો કરતાં આધેડને અસ્થિભંગ સહિતની
ઇજાઓ પહોંચી હતી. મેવાસામાં રહેનાર આધેડ છગન માંડણ કોળી ગત તા. 28/6ના સાંજે ગ્રામ પંચાયતની બાજુમાં
વડ નીચે બેઠા હતા, ત્યારે તેમના
કાકા હીરા લખમણ કોળી, તેમના દીકરા મૂળજી અને મગન ત્યાં આવ્યા
હતા અને ખેતરમાં પગ મૂકતા નહીં નહીંતર તારા પગ ભાંગી નાખશું, તેમ કહી ગાળાગાળી કરતાં જેની આધેડે ના પાડતાં આ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને
આધેડ ઉપર લાકડી, ધોકા, પાઇપથી હુમલો કર્યો
હતો. રાડારાડનાં પગલે આ શખ્સો જતાં જતાં ધમકી આપતા ગયા હતા. ઘવાયેલા ફરિયાદીને સારવાર
અર્થે લઇ જવાતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે
બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.