• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

રાષ્ટ્રપતિ સાથે રાફેલમાં રહી ઓપરેશન સિંદૂરની પાઈલટ

અંબાલા, તા. 29 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સવારે અંબાલા એરફોર્સ સ્ટેશન પરથી રાફેલ યુદ્ધવિમાનમાં ઉડાન ભરી હતી. આ ઉડાનમાં ઓપરેશન સિંદૂરની પાઈલટ શિવાંગીસિંહ રાષ્ટ્રપતિની સાથે રહી હતી. શિવાંગી એ જ પાઈલટ છે જેને યુદ્ધ બંદી બનાવાઈ હોવાનો દાવો પાક મીડિયાએ કર્યો હતો.  જો કે, પીઆઈબીએ ફેક્ટચેકમાં 10મી મેના દિવસે પાકિસ્તાનના દાવાને ખોટો સાબિત કરી દીધો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ સવારે 11 અને 10 મિનિટે રવાના થઈ 40 મિનિટ સુધી ઉડાન ભરી હતી.  

Panchang

dd