• બુધવાર, 16 જુલાઈ, 2025

બેંક ખાતું ખાલી ? હવે શુલ્ક નહીં લાગે

નવી દિલ્હી, તા. 9 : બેંકોમાં બચત ખાતું ધરાવતા ગ્રાહકોને હંમેશાં એ ચિંતા રહે છે કે ખાતામાં નિયત મર્યાદાથી ઓછી રકમ થતાં બેંક દ્વારા એએમબી (એવરેજ મિનિમમ બેલેન્સ) ચાર્જ વસૂલાય છે, પરંતુ હવે તે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, એસબીઆઈ સહિત કુલ છ બેંકે હાલમાં તેની સરેરાશ માસિક રકમ ન રાખવા પર લાગતા દરને દૂર કરી નાખ્યો છે. તેથી હવે ખાતામાં એક પણ રૂપિયો નહીં હોય તો પણ બેંક દ્વારા કોઈ ચાર્જ નહીં વસૂલાય. એક મીડિયા હેવાલ મુજબ, બજારની બદલાયેલી પરિસ્થિતિઓ અને નાણાકીય લવચિકતા વધારવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક, પીએનબી બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને તેમના ખાતામાં ઓછામાં ઓછી રકમ ન રાખવા પર લગાવાતા દર સંપૂર્ણ રીતે ખતમ કરી નાખ્યા છે. બીઓબી : બેંક ઓફ બરોડાએ દરેક પ્રકારના બચત ખાતા પર ઓછામાં ઓછી રકમની શરતો પહેલી જુલાઈથી કાઢી નાખી છે. જો કે, તેના પ્રીમિયમ વર્ગના બચત ખાતાની સ્કીમ પર આ દરો યથાવત રહેશે. ઈન્ડિયન બેંક : ઈન્ડિયન બેંકે મિનિમમ બેલેન્સ રાખવાની મર્યાદાને સાત જુલાઈથી ખતમ કરી નાખી છે. કેનેરા બેંક : કેનેરા બેંકે ચાલુ  વર્ષે મે માસથી જ નિયમિત બચત ખાતા સહિત દરેક બચત ખાતા પર લાગતો એમબીસી રદ કરી નાખ્યો છ, જેમાં સેલેરી અને એનઆરઆઈ ખાતાઓનો પણ સમાવેશ થાય છે. પીએનબી : પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને રાહત આપતાં દરેક બચત ખાતામાં આ શરતને ખતમ કરી નાખી છે. એસબીઆઈ : 2020થી એએમબી વસૂલતી એસબીઆઈ બેંકે પણ આ શરતને કાઢી નાખતાં દરેક બચત ખાતાધારક પાસેથી કોઈ દર નહીં વસૂલાય. બીઓઆઈ : બેંક ઓફ ઈન્ડિયાએ બજારની સ્થિતિ અને નાણાકીય લવચિકતા લાવવાના હેતુથી તેના મિનિમમ બેલેન્સ ન રાખવા પર લગાવાતા દરના નિયમને કાઢવાનો નિર્ણય લીધો છે. 

Panchang

dd