• બુધવાર, 16 જુલાઈ, 2025

મુખ્યમંત્રીનાં રાજીનામાની વિપક્ષોની માંગ

અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કોંગ્રેસ, આપ અને શંકરાસિંહ વાઘેલા સહિતે ભાજપ સરકારની ઝાટકણી કાઢતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને દુર્ઘટના નહીં પણ સરકારની બેદરકારીનું પરિણામ ગણાવી છે.ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં 156ની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર અત્યારે પેપરો ફૂટવા, પુલ તૂટવા, ડ્રગ્સ ઊતરવા માટે આખા દેશ અને દુનિયામાં જાણીતી બની છે. માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી હસ્તક છે અને તેમની સીધી દેખરેખ હેઠળ છે અને તેની જવાબદારી મુખ્યમંત્રીની છે. ગુજરાતમાં તમારે રોડનો કોન્ટ્રાક્ટ લેવો હોય, બ્રિજનો કોન્ટ્રેક્ટ લેવો હોય કે અન્ય કોન્ટ્રાક્ટ લેવો હોય, તો જ્યાં સુધી કોન્ટ્રાક્ટર કમિશન કમલમમાં ન મોકલે ત્યાં સુધી તેને કોન્ટ્રાક્ટ મળતો નથી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, ગંભીર ઘટનાઓ બને છે, છતાં રાજ્ય સરકારના પેટનું પાણી નથી હલતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 30 વર્ષનાં શાસનમાં ભાજપનો ભ્રષ્ટાચાર અજગર બની આખા ગુજરાતને ધીમે-ધીમે ગળી રહ્યો છે.  ગુજરાત આપના પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમે સારી વ્યવસ્થા આપો. એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઇ જાવ અને જનતાનો મરો થાય છે. તેવો વેધક સવાલ પૂછયો હતો. 

Panchang

dd