નવી દિલ્હી, તા. 9 (પી.ટી.આઈ.)
: અરુણાચલ પ્રદેશ સરહદ નજીક ચીન દ્વારા બનાવવામાં આવી રહેલો મેગા ડેમ એક `વોટરબોમ્બ' સમાન છે. તે અસ્તિત્વ માટેનો ખતરો અને લશ્કરી
ખતરા સિવાય અન્ય કોઈ પણ બાબત કરતાં મોટો મુદ્દો છે, એમ રાજ્યના
મુખ્યમંત્રી પેમા ખાંડુએ જણાવ્યું છે. મંગળવારે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં ખાંડુએ
કહ્યંy હતું કે,
યારલુંગ ત્સાંગપો નદી (બ્રહ્મપુત્રાનું તિબેટીયન નામ) પર વિશ્વનો સૌથી
મોટો બંધ પ્રોજેક્ટ ગંભીર ચિંતાનો વિષય છે. કારણ કે, ચીને આંતરરાષ્ટ્રીય
જળસંધિ પર હસ્તાક્ષર કર્યા નથી, જેના કારણે તેને આંતરરાષ્ટ્રીય
ધોરણોનું પાલન કરવાની ફરજ પડી શકે એમ નથી. `મુદ્દો એ છે કે, ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં. કોઈને ખબર નથી કે, તેઓ
શું કરી શકે છે', એમ ખાંડુએ કહ્યંy હતું. તેમણે જણાવ્યું હતું કે, `ચીન તરફથી
લશ્કરી ખતરા બાજુ સિવાય અન્ય બીજી કોઈ પણ બાબત કરતાં આ ઘણો મોટો મુદ્દો છે. તે આપણા
આદિવાસીઓ અને આપણી આજીવિકા માટે અસ્તિત્વનો ખતરો ઊભો કરશે. કારણ કે, ચીન તેને ઉપયોગ `જળબોમ્બ'
તરીકે પણ કરી શકે છે.' 2021માં ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે સરહદી ક્ષેત્રની મુલાકાત લીધા
પછી યારલુંગ ત્સાંગપો ડેમ તરીકે ઓળખાતા આ ડેમ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ચીને 2024માં 137 અબજ ડોલરના પાંચ વર્ષના પ્રોજેક્ટના
બાંધકામને મંજૂરી આપી હતી, તેમાં 60,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો
અંદાજ છે, જે તેને વિશ્વનો સૌથી મોટો હાઈડ્રોપાવર ડેમ
બનાવશે. ખાંડુએ કહ્યંy કે, જો ચીને આંતરરાષ્ટ્રીય જળસંધિ પર હસ્તાક્ષર
કર્યો હોત, તો કોઈ સમસ્યા ન હોત. કારણ કે, બેસિન માટે, જળચર અને દરિયાઈ જીવન માટે ચોક્કસ માત્રામાં
પાણી છોડવું ફરજિયાત હોત, પણ હવે આ ડેમ બની ગયો અને તેમણે અચાનક
પાણી છોડયું તો, આપણો આખો સિયાંગ પટ્ટો નાશ પામશે. ત્યાંની આદિજાતિઓ,
તેના જેવા અન્ય જૂથો, તેમની મિલકતો, જમીન બધાએ પરિણામો ભોવવા પડશે એમ ખાંડુએ જણાવ્યું હતું.