સના, તા. 8 : યમનના
નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યા માટે દોષી ઠરેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈના ફાંસી અપાશે. સરકારી અધિકારીઓ અને તલાલના પરિવાર
સાથે વાટાઘાટોમાં સામેલ સામાજિક કાર્યકર્તા સેમ્યુઅલ જેરોમ બાસ્કરને જણાવ્યું હતું
કે, નિમિષાને ફાંસી આપવાની તારીખ નક્કી કરવામાં આવી છે. બીજી
તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકાર નિમિષાને બચાવવા દરમિયાનગીરી
કરી શકે છે. એક મીડિયા હેવાલ મુજબ, જેરોમે કહ્યું હતું કે,
જેલ અધિકારીઓએ તેમને ફાંસીની તારીખની જાણ કરી દીધી છે. નિમિષા પર જેની
હત્યાનો આરોપ છે તેના પરિવાર સાથે હજુ પણ વાતચીત ચાલી રહી છે, જો કે, કોઈ સકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો નથી. યમનના
પરિવારને 10 લાખ ડોલરની ઓફર કરાઈ હતી. આ રકમ
ચૂકવવા માટે પ્રાયોજકોની શોધ કરાઈ રહી છે.