લંડન, તા. 21 : બ્રિટનની રાજધાની લંડનમાં હીથ્રો
હવાઇમથક પાસે ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશનમાં આગ લાગતા શુક્રવારે સૌથી વ્યસ્ત એરપોર્ટ 24 કલાક માટે બંધ રહ્યું હતું.
આગનાં કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. એર ઇન્ડિયાએ પણ આજની બધી ઉડાન રદ કરી હતી. પશ્ચિમ
લંડનના હેસમાં આગ લાગતાં 16 હજારથી વધુ
ઘરમાં વીજળી ખોરવાઇ હતી. 150 લોકોને સુરક્ષિત
રીતે બહાર કઢાયા હતા. લંડનમાં અગ્નિશમન વિભાગે કહ્યું હતું કે, તેઓ આગ પર કાબૂ પામવા કાર્ય કરી રહ્યા હતા.
તેના માટે 70 ફાયર ફાઇટર્સ
તૈનાત હતા. આગનું કારણ જાણી નથી શકાયું. હિથ્રો હવાઇમથકે મુસાફરોને હવાઇમથકે ન આવવા
અપીલ કરી હતી. બ્રિટનનું સૌથી મોટું હવાઇમથક હોતાં અહીં પ્રતિદિન અંદાજિત 13 વિમાનનું આવાગમન થાય છે.