• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સ્પેશિયલ ફોર્સના જવાન શહીદ

નવી દિલ્હી, તા. 10 : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં `ટુ પેરા સ્પેશિયલ' દળના જુનિયર કમિશન ઓફિસર (જેસીઓ) રાકેશકુમાર શહીદ થયા હતા. ત્રણ જવાનને ઈજા પહોંચી હતી. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ આજે સવારે 11 વાગ્યે કિશ્તવાડના કેશવાન જંગલમાં શરૂ થઈ હતી અને મોડી સાંજે પણ એન્કાઉન્ટર ચાલુ રહ્યું હતું. કિશ્તવાડ ઉપરાંત શ્રીનગરના જબરવાનમાં પણ આતંકવાદીઓ સાથે સુરક્ષાદળોનું એન્કાઉન્ટર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણ થઈ રહી છે ત્યાં કાશ્મીર ટાઈગર્સ ગ્રુપના ત્રણથી ચાર આતંકવાદી છુપાયેલા છે. આ આતંકવાદીઓએ સાતમી નવેમ્બરે બે ગ્રામરક્ષકની હત્યા કરી હતી. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં ત્રીજું એન્કાઉન્ટર છે. નવેમ્બરના 10 દિવસમાં આઠ એન્કાઉન્ટર થયા છે. જેમાં અત્યાર સુધીમાં આઠ આતંકી ઠાર થયા હતા. જમ્મુમાં સેનાની વ્હાઈટ નાઈટ કોરે `એક્સ' પર જણાવ્યું હતું કે કિશ્તવાડમાં સુરક્ષાદળો દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરાયું હતું. જે બાદ ગોળીબાર શરૂ થયો હતો. આ એ જ આતંકવાદીઓનો સમૂહ છે. જેમણે બે નિર્દોષ ગ્રામીણ (ગ્રામ્ય રક્ષકો)ના અપહરણ કરી તેમની હત્યા નિપજાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang