• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

ભારત શાંતિ, સ્થિરતા માટે પ્રતિબદ્ધ : મોદી

નવી દિલ્હી, તા. 30 : ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે લોહિયાળ યુદ્ધની સ્થિતિથી તાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂને ફોન કરીને વાત કરી હતી. ભારત શાંતિ અને સ્થિરતાની સત્વરે સ્થાપનાના પ્રયાસોનું સમર્થન કરવા પ્રતિબદ્ધ છે, તેવું 45 દિવસમાં બીજીવાર નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીતમાં મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, આતંકવાદનું આપણા વિશ્વમાં કોઈ સ્થાન નથી. ક્ષેત્રિય તાણને રોકવી અને બધા બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવી મહત્ત્વપૂર્ણ છે. બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલાં રશિયા-યુક્રેન યુદ્ધ બાદ હવે મોદીની નજર પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષ પર છે. બન્ને નેતા વચ્ચે દોઢ મહિનામાં બીજી વખત ફોન પર વાતચીત થઈ હતી. તે વખતે પણ વડાપ્રધાન મોદીએ વાતચીતના માધ્યમથી હમાસ યુદ્ધ રોકવાની ભલામણ સાથે બધા બંધકોનો તાત્કાલિક છુટકારો તેમજ યુદ્ધવિરામ પર ભાર મૂક્યો હતો. ખાસ જાણવા જેવી વાત તો એ છે કે, ગઇકાલે રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરશે, તેવી જાણકારી આપી હતી. દરમ્યાન, નેતન્યાહૂએ આજે જ ઇરાનની જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ઇરાની શાસન આપને દબાવી રહ્યું છે. દેશને યુદ્ધ તરફ ધકેલવાની કોશિશ થઇ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang