ગાંધીધામ, તા.27 : શહેરના કાસેઝથી શિવમંદિર તરફ આવતા સર્વિસરોડ
પાસે ઊભેલાં એક લાકડાં ભરેલાં ટ્રેઇલરમાંથી પોલીસે રૂા.6,88,200નાં હેરોઇન સાથે કલીનરને ઝડપી પાડયો હતો.વાહનચાલક
હાજર મળ્યો ન હતો.ગાંધીધામના કાસેઝથી શિવમંદિર તરફ આવતા સર્વિસ રોડ નજીક શિવ પાર્કિંગ
પાસે ઊભેલાં ટ્રેઇલરમાં હાજર શખ્સ પાસે માદક પદાર્થ હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ
કાર્યવાહી કરી હતી.
પોલીસ અહીં દોડી આવતાં ટ્રેઇલર નંબર જી.જે.-12-બીટી- 1047માં એક શખ્સ સૂતેલો જણાયો હતો.આ કલીનર એવા પંજાબ અમૃતસરના રેશમસિંઘ ચિમાસિંઘને
જગાડી તેની તપાસ કરાતાં પેન્ટના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં કથ્થાઇ રંગનો ગાંગડા
સ્વરૂપમાં માદક પદાર્થ મળી આવ્યો હતો.આ પદાર્થ હેરોઇન હોવાનું પકડાયેલા શખ્સે જણાવ્યું
હતું.લાકડાં ભરેલું ટ્રેઇલર તથા આ શખ્સને
એસ.ઓ.જી.કચેરીએ લઇ ગઇ હતી.આ શખ્સ પાસેથી મળેલા પદાર્થનું એફ.એસ.એલ.અધિકારીએ પ્રાથમિક
પૃથક્કરણ કરી તે હેરોઇન હોવાનો અભિપ્રાય આપ્યો હતો.આ શખ્સ પાસેથી રૂા.6,88,200નો 34.41 ગ્રામ હેરોઇન તથા ટ્રેઇલર અને ચાલક લખવિન્દરસિંઘ પાલસિંઘનું લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ વગેરે મળીને કુલ રૂા.26,93,200નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.લખવિન્દરસિંઘ
ઉર્ફે લખાએ આ માદક પદાર્થ લઇ આવી પકડાયેલા કલીનર રેશમસિંઘને વેચી આપવા કહ્યું હતું.હાજર ન મળેલા લખવિન્દરને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.આ કાર્યવાહીમાં
એસ.ઓ.જી.ના વીરેન્દ્ર પુરોહિત, અશોકભાઇ સોંદરા, સુનીલ માતંગ,
આશિષ કુમાર ભટ્ટ, મહેન્દ્રસિંહ, વિજયસિંહ, પ્રકાશ દવે, હેમુભાઇ
પઢેરિયા, શ્રિયાબેન વગેરે જોડાયા હતા.