ભુજ, તા. 24 : પત્ની પિયરમાં ચાલી જતાં તેની
ચિંતામાં આવીને તાલુકાના ઢોરી ગામના 30 વર્ષીય યુવાન હમીર માવજી ફફલે પાકમાં છાંટવાની દવા પીને જીવ
દીધો હતો. આ બનાવ અંગે આજે માધાપર પોલીસ મથકે મૃતક હમીરના પિતા માવજીભાઈએ જાહેર કરેલી
વિગતો મુજબ તેના પુત્ર હમીરના એક છોકરી સાથે અનૈતિક સંબંધ હોવાથી હમીરની પત્ની તેના
પિયરે ચાલી ગઈ હતી. આ વાતની ચિંતામાં આજે બપોરે હમીરે પાકમાં છાંટવાની દવા પી લઈને
પોતાનો જીવ દઈ દીધો હતો. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈ એન.
જે. ભગોરાએ હાથ ધરી છે.