ગાંધીધામ, તા. 10 : રાપર તાલુકાના માનગઢ પાટિયા પાસે અજ્ઞાત વાહન હડફેટે સામતભાઈ
દલાજી મકવાણાનું તત્કાળ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલકને ઈજા પહોંચી હતી. ભુજમાં
23 વર્ષીય યુવતી નંદનીબેન ધરમભાઈ
રીલે અને અંજારમાં સગીર અરુણ અજીતભાઈ મહેશ્વરીએ ગળાફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા
કહી હતી. ભુજમાં ક્રેનનું હૂંક માથામાં વાગતાં
સિદિક મુસા મંધરા (ઉ.વ.42)નું તત્કાકાળ
મોત નીપજ્યું હતું. રાપર તાલુકાના ગાગોદરમાં માર્ગ અકસ્માતનો બનાવ ગત તા. 29ના બપોરે 1 વાગ્યાના અરસામાં માનગઢ પાટિયા પાસે બન્યો
હતો. અજાણ્યા ભારે વાહનના ચાલકે પૂરઝડપે વાહન
ચલાવી આગળ જતી બાઈકને હડફેટે લીધી હતી. બાઈકચાલક
ગોરાભાઈ અને હતભાગી સામતભાઈ ભીમાસર જતા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. ભારે વાહનની ટક્કરથી બાઈકસવાર ગોરાભાઈ ટાયરમાં
આવી જતાં તેમનું તત્કાળ મોત નીપજ્યું હતું.
પોલીસે મૃતકના ભાઈ ગણેશભાઈ દલાજી મકવાણાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ
ધરી છે. ભુજના લોટસ કોલોની વિસ્તારમાં અકસ્માત
મોતનો બનાવ ગત તા. 9ના બપોરના અરસામાં બન્યો હતો. હતભાગી યુવતીએ ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. બનાવ પાછળનું કારણ અકળ છે.
અંજારમાં અકસ્માત મોતનો બનાવ ગત મોડી રાત્રિના અરસામાં બન્યો હતો. હતભાગી સગીરે અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ
અપનાવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભુજમાં અકસ્માત મોતનો અન્ય બનાવ મહાવીરનગર વિસ્તારમાં ગત
બપોરે 4.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.
હતભાગી યુવાન વાહન ટોઈંગ કરવા ગયો હતો. આ દરમ્યાન ક્રેનનું હૂંક છટકી ગયું હતું. તેને
માથા અને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. સારવાર દરમ્યાન ગત રાત્રિના યુવાને દમ તોડી દીધો હતો. પોલીસે ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી છે.