ગાંધીધામ, તા. 10 : પૂર્વ કચ્છ પોલીસ અને વીજતંત્રએ આજે પણ બિનઅધિકૃત વીજ જોડાણો
સામે ઝુંબેશ જારી રાખી હતી. આદિપુર, માથક, અંતરજાળ, કિડાણા,
અંજારમાં મળીને કુલ 55 લોકોના વીજ જોડાણો કટ કરાવી કુલ રૂા. 19.50 લાખનો દંડ ફટકારાયો હતો. પૂર્વ
કચ્છના મારામારી, લૂંટ,
હત્યાની કોશિશ, ચોરી વગેરે ગુનાઓમાં આવી ચૂકેલા
શખ્સોના રહેણાક મકાનોની પોલીસે વીજતંત્ર સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં બિનઅધિકૃત વીજજોડાણ
જણાતાં તેવા લોકોના વીજજોડાણ કપાવી તેમને દંડ કરાયો હતો. આદિપુર પોલીસે કાના લખુ આહીર,
હિતેશ જગદીશ દેવરિયા, ચંદ્રશેખર મોહન બાજીગર,
દિનેશ બારોટ, રામજી કાનજી ખોખર, દીપક લાલજી દાફડા તથા ખેંગાર પુના દાફડાના જોડાણ કપાયાં હતાં અને રૂા. પાંચ
લાખનો દંડ કરાયો હતો. બીજીબાજુ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દ્વારા હુશેન ઈશાક ચાવડા,
અનવર કાસમ વીરા, ઈમરાન નૂરમામદ ચાવડા, અકરમ કાસમ ચાવડા, ફરીદ ઉર્ફે પૈકો ઈબ્રાહીમ કટિયા,
સાહિલ ઉર્ફે પી.એ. ફરીદ શેખ, લિયાકત ઉર્ફે લિયાકત
કાસમ ચાવડા, અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ, અસગર ઈસ્માઈલ ચાવડા, ઈસ્માઈલ ઈબ્રાહીમ ચાવડા,
ઉમર ઉર્ફે ભૂરો કામસ ચાવડા, ગની ઉર્ફે ગનીડો ઈસ્માઈલ
ચાવડા, સુલ્તાનગની છુછિયા, ઓસમાણ ઈબ્રાહીમ
મથડા, ઈસ્માઈલ જુસબ મમણ, સબ્બીર સુલેમાન
કાનગડા, અનવર અકબર શેખ, ઈકબાલ અનવર શેખ,
રજાક અનવર શેખ, અકરમ ઈસ્માઈલ ચાવડા, કાસમ ઉર્ફે કાસુડો ઈસ્માઈલ ચાવડા, ગફુર હાસમ ચાવડા,
સબીર અકબર ચાવડા, હનીફ કાસમ ચાવડા, રજાક કાસમ ચાવડા, ખમીશા ઓસમાણ ખારાના વીજ જોડાણ કપાવીને
તમામને કુલ રૂા. 12 લાખનો દંડ
ફટકારાયો હતો. અંજાર પોલીસે તપાસ કર્યા બાદ કાસમશા ઈસ્માઈલશા શેખ, અનિલ રામજી કોળી, રમજાન
સાલેમામદ કકલ, સોહિલ હુશેન સાંધાણી, જુમા
હુશેન સાંધાણી, જમનશા ઈમામશા શેખ, કાસમશા
જુસબશા શેખ, હાજીશા ઉર્ફે અલી અકબરશા શેખ, અસગર લતીફ કકલ, કાસમ ઉર્ફે કાસુડો ભાકરશા શેખ,
અબ્દુલ આરબ નોડે, ઉમર સિદિક સુલેમાન સૈયદ,
સલીમ ઓસમાણ શેખ, યાશીનશા ભચલશા શેખ, મુસ્તાક હારૂન પીંજારા, કાસમશા ભચલશા શેખ, અકબર ઉર્ફે અલ્તાફ ભચુ બાફણ, સલીમ ઉમેદ મેર, અલ્લારખા જુસબ નોડે, ઈમરાન ખલીફા ગબ્બર, મોહમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલ, રિયાઝ અબ્દુલ કકલના વીજ
જોડાણ કટ કરાવી તમામને કુલ રૂા. 2,50,000નો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો.