ભુજ, તા. 21 : ચેક પરતના બે જુદા-જુદા કેસમાં
ચીફ જ્યુડિશિયલ કોર્ટે આરોપી સમા આરીફ હસન અને અમીનાબેન આમદ ભોજને તકસીરવાન ઠેરવી એક-એક
વર્ષની કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો. ફરિયાદી સલીમ મામદ કુંભારે મિત્રતાના નાતે
આરોપી સમા આરીફ હસનને રૂા. 1.30 લાખ ઉછીના
આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક પરત
ફર્યો હતો. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને એક વર્ષની
કેદ તથા ચેકની રકમનો દંડ અને 13,000નું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી ધારાશાત્રી
જિજ્ઞેશ એચ. બારોટ હાજર રહ્યા હતા. અન્ય એક કસમાં ફરિયાદી ઓસમાણગની ભચુ સરાઈનો આરોપી
અભુભખર આમદ ભોજ, એફ.એ. એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર
અમીનાબેન આમદ ભોજ સાથે ધંધાકીય વ્યવહાર હોવાથી હિસાબના રૂા. 90 લાખ ફરિયાદીના બાકી નીકળતા
હતા, જે પેટે આરોપીએ પેઢીના ખાતાનો ચેક આપ્યો હતો,
જે પરત ફર્યો હતો. કેસ ચાલુમાં હતો તે દરમિયાન, અભુભખર આમદ ભોજનું અવસાન થયું હતું. અદાલતે બંને પક્ષની દલીલ સાંભળી ફરિયાદીની
દલીલ ગ્રાહ્ય રાખી હતી અને એફ.એ. એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર અમીનાબેન આમદ ભોજને એક વર્ષની
કેદની સજા તથા ચેકની બમણી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે ધારાશાત્રી
અવનીશ જે. ઠક્કર અને સલીમ એસ. ચાકી હાજર રહ્યા હતા.