ગાંધીધામ, તા. 2 : શહેરના મચ્છુનગર નજીક જાહેરમાં
જુગાર રમતા ચાર ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 3100 જપ્ત કર્યા હતા. શહેરના મચ્છુનગર પુલ નજીક ટાંકવાડીમાં જાહેરમાં
પત્તા ટીંચતા અસગર નિઝામુદીન અંસારી, રાજુ બ્રહ્મદેવ મુખિયા, સુનીલ મનોહરલાલ ખોડવાલ અને ક્રિષ્ના હરિકેશ્વર ચૌધરી નામના શખ્સોને પકડી પાડયા
હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 3100 તથા ગંજીપાના હસ્તગત કરાયા હતા.