• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

મીઠીરોહરમાં અંગ્રેજી દારૂ જપ્ત : આરોપી ગેરહાજર

ગાંધીધામ, તા. 2 : અહીંના મીઠીરોહરમાં આવેલી એક ઓરડીમાંથી પોલીસે રૂા. 12,200નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ આરોપી ગેરહાજર મળ્યો હતો. મીઠીરોહર ગામમાં આજે બપોરે સ્થાનિક બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી. ગામમાં રહેનાર સમીર જુમા ત્રાયા નામના શખ્સે પોતાના કબજા-ભોગવટાની  ઓરડીમાં દારૂ રાખ્યો હોવાની  પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી, ત્યારે આ શખ્સ તો હાજર ન હતો, પણ ઓરડીનો દરવાજો ખુલ્લો હતો. અંદર તપાસ કરતાં દારૂ મળી આવ્યો હતો. અહીંથી કાઉન્ટી ક્લબ 750 મિ.લિ.ની 12 બોટલ, વ્હાઈટલેસ ઓરેન્જ ફ્લેવર 180 મિ.લિ.ના 28 તથા મિડનાઈટ જામુન  વોડકાના 26 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 12,200નો દારૂ જપ્ત કરાયો હતો. હાથમાં ન આવેલા આરોપીને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd