• ગુરુવાર, 16 જુલાઈ, 2026

આદિપુરમાં ઘર પાસે પાર્ક કરાયેલા બુલેટની તફડંચી

ગાંધીધામ, તા. 15 : આદિપુરના વોર્ડ-2-એ વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરાયેલ સવા લાખના બુલેટની નિશાચરોએ ચોરી કરી હતી. આદિપુરના એસ.ઈ.એક્સ. 116માં રહેતા અને પેટ્રોકેમિકલનો વ્યવસાય કરતા રાજેશ ગુલાબરાય જસનાનીએ બનાવ અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 9/7ના રાત્રે તેમણે પોતાનું લાલ રંગનું બુલેટ નંબર જી.જે.-39-એફ-5600વાળું પોતાના બીજા મકાન વોર્ડ-2-એ-એસ.ડી.બી. 39/40 પાસે પાર્ક કર્યું હતું અને બીજા દિવસે વહેલી સવારે મંદિર જવા માટે નીચે આવતાં આ વાહન દેખાયું નહોતું. તેમણે પરિવારજનો, ઓળખીતાઓમાં તપાસ કરવા છતાં બુલેટ ક્યાંય મળ્યું નહોતું. રાત્રિના અંધારામાં નિશાચરો સવા લાખનાં આ વાહનની ચોરી કરી રફુચક્કર થઈ ગા હતા. 

Panchang

dd